70 વર્ષની ઉંમરે Zeenat Amanની જબરદસ્ત ફેશન સેન્સ, શાનદાર લુક જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Zeenat Aman Photos Viral: અભિનેત્રી ઝીનત અમાન હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રીએ તેના તાજેતરના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.


ઝીનત હાલમાં ખુબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર થોડા દિવસો પહેલા જ એન્ટ્રી કરી છે.ઝીનત 70ના દશકની સૌથી બોલ્ડ અભિનેત્રી ગણાતી હતી, સોશિયલ મીડિયા પર તે અવાર નવાર પોસ્ટ શેર કરતી રહે છે. ક્યારેક તે તેના જૂના દિવસોને યાદ કરતી જોવા મળે છે ક્યારેક તે તેના નવા ફોટોશૂટ પણ શેર કરે છે.

ઝીનતની ફેશન સેન્સ શાનદાર છે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. હાલમાં ઝીનતે એસેસરિઝ માટે એક ફોટોશૂટ કરાવ્યું હતું, તેમણે આ ફોટોશૂટ દરમિયાનના ફોટો શેર કર્યા છે. તેની સામે બોલિવુડની તાજેતરની હિરોઈન પણ ટુંકી પડે છે.

ઝીનતે શેર કરેલા ફોટોમાં તે બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહી છે. સાથે તેણે ગોલ્ડન એસેસરીઝ પણ પહેર્યું છે. ગોલ્ડન કલરના બેંગ્લસ, લોકેટ, સનગ્લાસ સાથે જોવા મળી રહી છે.

તેણે પોતાના ખાસ લોકેટનો ઝૂમ ફોટો શેર કર્યો છે જેમાં તેનો મોનોક્રોમ ફોટો દેખાઈ રહ્યો છે. ઝીનતના આ ફોટા જોઈને તમે વિચારવાનું ભૂલી જશો કે અભિનેત્રી 70ના દાયકાની શરૂઆતની છે. ઝીનત આ ઉંમરે પણ સૌને ટક્કર આપી રહી છે.

તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે પોતાના કરિયારમાં દેવ આનંદ, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર અને શશિ કપુર જેવા કલાકારો સાથે કામ કર્યું છે. તેની બોલ્ડનેસની ચર્ચા તે સમયે પણ ખુબ થતી હતી.

હવે અભિનેત્રી તેની પર્સનલ લાઈફનો આનંદ માણી રહી છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની ફેશન સેન્સ અને સુંદરતાથી તે લોકોના દિલમાં હજુ પણ સ્થાન જમાવી રહી છે.






































































