Jiah Khan Suicide Case: જિયા ખાન આત્મહત્યા કેસમાં સંકળાયેલ Suraj Pancholi કોણ છે જાણો, અનેક ફિલ્મમાં કરી ચૂક્યો છે કામ
અભિનેતા સુરજ પંચોલી ફિલ્મ એક્ટર આદિત્ય પંચોલીનો પુત્ર છે. જે બોલિવુડમાં પોતાનું સ્થાન જમાવતા પહેલા જ વિવાદમાં ફસાય ગયો છે. તેનું નામ જિયા ખાન આત્મહત્યા કેસમાં જોડાયેલું છે.


ફિલ્મ નિશબ્દથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યા થયા તેના 10 વર્ષ વીતી ગયા છે. આવતીકાલે 28 એપ્રિલે સવારે 10.30 વાગ્યે સ્પેશિયલ CBI કોર્ટ 10 વર્ષ બાદ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે.

સૂરજ પંચોલીનો જન્મ 05 જુલાઈ 1990ના રોજ થયો હતો તે એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. તેના પિતાનું નામ આદિત્ય પંચોલી છે જે એક અભિનેતા છે અને માતાનું નામ ઝરીના વહાબ અને તેની બહેનનું નામ સના પંચોલી છે.સૂરજ પંચોલીએ તેની ફિલ્મની શરૂઆત હીરોથી કરી હતી. જેમાં સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સૂરજની સાથે જોવા મળી હતી.

બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા બાદ અભિનેત્રીના ઘરેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જે કથિત રીતે જીયા ખાન ખાને લખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જિયાના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર અભિનેત્રીને હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. હવે આવતીકાલે એટલે કે 28 એપ્રિલે સવારે 10.30 કલાકે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ જિયા ખાન કેસ પર અંતિમ ચુકાદો આપશે.

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પણ એવા સ્ટાર કિડ્સમાં સામેલ છે જેઓ તેમના પિતાની જેમ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. બોલિવૂડમાં માત્ર ત્રણથી ચાર ફિલ્મોમાં કામ કરી ચુકેલા સૂરજ પંચોલી પોતાની કારકિર્દી કરતાં વધુ પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં આવ્યા છે. સૂરજનું નામ અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યા કેસ સાથે જોડવામાં આવ્યું છે, જે તેની કારકિર્દીના અંતનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

જિયા સૂરજ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ. આ મામલો મીડિયામાં એટલો છવાઈ ગયો હતો કે સૂરજને ડેબ્યુ કરતા પહેલા જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને 10 વર્ષ વીતી ગયા છે. જોકે સૂરજ આજે પણ બોલિવૂડમાં પોતાની નવી ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.

































































