Sai Dhanshika: 12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરવા જઈ રહેલી સાઈ ધનશિકા કોણ છે, જાણો
અભિનેત્રી સાઈ ધનશિકા હાલમાં પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે.તો ચાલો જાણીએ કોણ છે આ સાઈ ધનશિક જે 12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરવા જઈ રહી છે.

તમિલ અભિનેતા વિશાલ કૃષ્ણા હાલમાં પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે. વિશાલ કૃષ્ણા 12 વર્ષ નાની અભિનેત્રી સાઈ ધનશિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ બંન્નેની ઉંમરને લઈ હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ કોણ છે અભિનેત્રી સાઈ ધનશિકા.

જો સાઈ ધનશિકા વિશે વાત કરીએ તો તે એક ફેમસ તમિલ અભિનેત્રી છે. તેમણે પોતાના કરિયરમાં પેરનમઈ માંઝા વેલુ અને નિલ ગવાની સેલાથે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અહીથી તેને ઓળખ મળી છે. ધનશિકા કબાલીમાં સુપરસ્ટાર રજનીકાંતની દિકરીના પાત્રમાં પણ જોવા મળી હતી.

તમિલ સિવાય સાઈ ધનશિકાએ શિકારુ,અંતિયા તીર અને સાઉથ સહિત તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.ધનશિકા પોતાની એક્ટિંગથી અનેક એવોર્ડ જીતી ચૂકી છે. ધનશિકા સાઉથના 2 ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે. તેમણે પોતાના અલગ અલગ પાત્રોથી એક મજબુત ઓળખ બનાવી છે.

વિશાલ અને સાઈ ધનશિકાના લગ્ન વચ્ચે ઉંમરની લઈ ચર્ચા થઈ રહી છે. 47 વર્ષના વિશાલ 29 ઓગસ્ટના રોજ પોતાનો 48મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.

પોતાના જન્મદિવસના દિવસે બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. 20 નવેમ્બર 1989ના રોજ જન્મેલી સાઈ ધનશિકાની ઉંમર 35 વર્ષની છે. બંન્ને વચ્ચે 12 વર્ષનું અંતર છે.

વિશાલ અને સાઈ ધનશિકા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે અને સારા મિત્રો છે. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી અને ન તો તેમણે ક્યારેય જાહેરમાં આ વિશે વાત કરી છે.
દક્ષિણના મોટાભાગના સુપરસ્ટાર તેલુગુ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. જે હૈદરાબાદમાં સ્થિત છે. આ ઈન્ડસ્ટ્રીમાં જ ‘બાહુબલી’, RRR અને ‘પુષ્પા’ જેવી ફિલ્મો બની છે.સાઉથના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
