Dadasaheb Phalke Award : પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે, અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું
Dadasaheb Phalke Award: પીઢ અભિનેત્રી વહીદા રહેમાન (Dadasaheb Phalke)ને આ વર્ષે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાન (Waheeda Rehman)ને ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' (Dadasaheb Phalke Award)મળવા જઈ રહ્યો છે. વહીદા રહેમાને 60-70ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું. તેના શાનદાર અભિનય, નૃત્ય-અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે. વહીદા રહેમાન અને દેવ આનંદની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. 'સીઆઈડી'થી લઈને 'ગાઈડ' સુધી બંનેએ સાથે ઘણી શાનદાર ફિલ્મો કરી છે.

વહીદા રહેમાનનો જન્મ 1938માં ચેંગાસપટ્ટુ, તમિલનાડુમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીત અને નૃત્યનો શોખ હતો. વહીદા બાળપણ ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેણે ફિલ્મોમાં કામ કરવું પડ્યું. વહિદાએ હિન્દી સિવાય તમિલ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વહીદાએ 1956માં તમિલ ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ગુરુ દત્ત સાહેબની ફિલ્મ 'CID' થી પોતાની હિન્દી ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ', 'ગાઈડ', 'નીલકમલ', 'રામ ઔર શ્યામ', 'તીસરી કસમ' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. અભિનેત્રી ઘણી સારી ડાન્સર પણ છે.

વહીદા રહેમાનના પતિ કમલજીત પણ તેમની પત્નીની જેમ અભિનયની દુનિયા સાથે જોડાયેલા હતા. પોતાના કરિયરમાં તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. કમલજીતને 'સન ઓફ ઈન્ડિયા' અને 'શગુન'થી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી હતી. તેના પતિનું 21 નવેમ્બર 2000ના રોજ અવસાન થયું હતું. આ પછી વહીદા રહેમાન મુંબઈ પાછી આવી અને આજે બાંદ્રામાં પોતાના બંગલામાં રહે છે.

કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને કહ્યું કે, વહીદા રહેમાને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ વર્ષે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.