Wedding in Udaipur: બોલિવૂડ સેલિબ્રિટી,ઉદ્યોગપતિ સહિત ક્રિકેટ ખેલાડીના લગ્નનું સાક્ષી બન્યું છે ઉદયપુર, એક લગ્નમાં તો એરપોર્ટનો રનવે એરિયા પણ નાનો પડ્યો હતો
ઉદયપુર (Udaipur) ઘણી વખત દેશ અને દુનિયાના પ્રખ્યાત બોલિવૂડ સેલિબ્રિટીઓ અને મોટા ઉદ્યોગપતિ પરિવારોના લગ્નનું સાક્ષી બન્યું છે. તળાવોના ઐતિહાસિક દૃશ્ય અને સુંદરતાને કારણે, ઉદયપુર શાહી લગ્નો માટે દેશનું મુખ્ય સ્થળ બની ગયું છે.

ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુરને સૌથી ફેવરિટ હોટ સ્પોટ માનવામાં આવે છે,આજે પણ લોકો તેમના ડેસ્ટિનેશન વેડિંગ માટે સૌથી પહેલા ઉદયપુરને પસંદ કરે છે.

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના (Parineeti Chopra and Raghav Chadha) લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.બંને 24 સપ્ટેમ્બરે લગ્ન કરશે. લગ્નની વિધિ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બોલિવુડનું પાવર કપલ છે,બંનેએ 1લી ડિસેમ્બર 2018ના રોજ ઉદયપુરમાં ભવ્ય લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિક જોનાસની ઉંમરમાં 10 વર્ષનું અંતર છે.

કંગનાના ભાઈ અક્ષતના લગ્ન ઉદયપુરના 'ધ લીલા પેલેસ'માં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે થયા હતા. લગ્નમાં રનૌત પરિવાર અને સગવાન પરિવારના કેટલાક નજીકના સભ્યો જ હાજર રહ્યા હતા. લગ્નની તમામ વિધિ સવારે થઈ હતી અને સાંજે રિસેપ્શન યોજાયું હતુ. લગ્નની તમામ વિધિ રજવાડી થીમ પર કરવામાં આવી હતી.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલની પ્રી-વેડિંગ સેરેમની 8 અને 9 ડિસેમ્બર 2018ના રોજ લેકસિટી ઉદેપુર ખાતે યોજાઈ હતી. આ લગ્નમાં એટલા બધા મહેમાનો ઉદયપુર પહોંચ્યા કે મહારાણા પ્રતાપ એરપોર્ટનો રનવે એરિયા પણ નાનો બની ગયો હતો.

રવિના ટંડને 22 ફેબ્રુઆરી 2004ના રોજ અનિલ થડાની સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. અનિલ થડાની એક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસમેન છે. બંનેની મુલાકાત 2003માં ફિલ્મ 'સ્ટમ્પ્ડ' દરમિયાન થઈ હતી.

બોલિવૂડ એક્ટર નીલ નીતિન મુકેશના શાહી લગ્ન ઉદયપુરમાં રૂકમણી સહાય સાથે થયા હતા. જેમાં બોલિવૂડ સેલેબ્સ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે બે વખત લગ્ન કર્યા છે. વર્ષ 2023માં બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. હાર્દિકે વર્ષ 2020માં નતાશા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા,