શહેનાઝ ગિલને (Shehnaaz Gill Photo) એક ફેન દ્વારા એક સુંદર ડ્રેસ ગિફ્ટ કરવામાં આવ્યો છે, જે પહેરીને તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેયર કર્યા છે. આ તસવીરમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જેમાં તે યલો કલરનો બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
સિંગિંગથી લઈને હોસ્ટિંગ અને એક્ટિંગ દ્વારા શહેનાઝ ગિલે એન્ટરટેઈન ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. આજે તે સતત ચર્ચામાં રહે છે. શહેનાઝની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે અને તે તેના ફેન્સને ખૂબ પ્રેમ કરે છે. હાલમાં જ તેના એક ફેને એક્ટ્રેસને ડ્રેસ ગિફ્ટ કર્યો છે.
1 / 5
શહેનાઝ અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ક્યારેક તેની જોરદાર અંદાજથી તો ક્યારેક તેની તસવીરોથી તે ફેન્સ સાથે જોડાયેલી રહે છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો, જેમાં તે યલો કલરનો બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
2 / 5
શહેનાઝે હાઈ હિલ્સ કૈરી કરી છે. શહેનાઝે આ લુક સાથે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરતાં તેણે લખ્યું, "આઉટફિટ - ફેન ગિફ્ટેડ."
3 / 5
શહેનાઝ ગિલનો આ લુક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેના ફેન્સ પણ તેનો આ લુક પસંદ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, "કેપ્શનમાં એ બધું જ કહ્યું છે કે તે તેના ફેન્સને કેટલો પ્રેમ કરે છે." આ સિવાય બીજા ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
4 / 5
શહેનાઝ ગિલના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. હાલમાં શહેનાઝ ગિલ તેના ચેટ શો દેશી વાઈબ્સ વિથ શહેનાઝ ગિલને લઈને ચર્ચામાં છે.