Prachi Desai Birthday : 17 વર્ષની ઉંમરે 15 વર્ષ મોટા રામ કપૂર સાથે ઓનસ્ક્રીન કર્યો રોમાંસ, 34 વર્ષની થઈ પ્રાચી દેસાઈ
બોલિવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈનો આજે જન્મદિવસ (Prachi Desai Birthday) છે. પ્રાચીએ પોતાના કરિયરમાં ટીવી (Tv) અને ફિલ્મ (Films) બંનેમાં કામ કર્યું છે. તાજેતરમાં તેની વેબ સિરીઝ (Web series) પણ લોકોને ખૂબ પસંદ આવી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) પ્રાચી દેસાઈ (Prachi Desai Birthday) 34 વર્ષની થઈ ગઈ છે. આજે તેમનો જન્મદિવસ છે. 17 વર્ષની ઉંમરે તેણે ટીવી સીરિયલ કસમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બાનીની ભૂમિકા ભજવીને આખા દેશના લોકોનું દિલ જીતનારી પ્રાચી દેસાઈને તેની ડેબ્યૂ સિરિયલમાં 15 વર્ષ મોટા રામ કપૂર સાથે ઓન-સ્ક્રીન રોમાન્સ કરવો પડ્યો હતો.

તાજેતરમાં પ્રાચીની બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી. પરંતુ ZEE5ના ફોરેન્સિક્સમાં તેણે ભજવેલા નકારાત્મક પાત્રને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું.

પ્રાચી દેસાઈનું નામ પ્રખ્યાત નિર્દેશક રોહિત શેટ્ટી સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ આ અંગે ક્યારેય કોઈ પુષ્ટિ થઈ નથી.

એક ઈન્ટરવ્યુમાં પ્રાચીએ પોતાના લગ્ન વિશે રસપ્રદ જવાબ આપ્યો હતો. પ્રાચી કહે છે કે, તેના પરિવારે તેને જે રીતે ઉછેરી છે, તેણે ક્યારેય લગ્નને તેની સલામતી અને કમ્ફર્ટેબલ તરીકે જોયા નથી.

પ્રાચી કહે છે કે, હું ત્યારે લગ્ન કરીશ જ્યારે મારી લાઈફમાં બધું બરાબર નહી ચાલી કહ્યું હોય, અથવા હું મારા કરિયરમાં સૌથી ખરાબ તબક્કામાં આવી જઈશ.