Parineeti Raghav Wedding Photos : એકબીજાના થયા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા, જુઓ Photos
Parineeti Raghav Wedding Photos: લગભગ સાડા ચાર મહિનાની સગાઈ બાદ બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા (Parineeti Chopra And Raghav Chadha) આજે એટલે કે 24 સપ્ટેમ્બરે લગ્ન થઈ ગયા છે. બંને હંમેશા માટે એકબીજા થઈ ગયા છે. ઉદયપુરમાં હોટેલ લીલા અને તાજ પેલેસ આ ગ્રાન્ડ વેડિંગના સાક્ષી બન્યા છે. રાઘવ-પરિણીતીએ 15 મેના રોજ સગાઈ કરીને તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા બંને હંમેશા માટે એકબીજા થઈ ગયા છે. ઉદયપુરમાં હોટેલ લીલા અને તાજ પેલેસ આ ગ્રાન્ડ વેડિંગના સાક્ષી બન્યા છે. રાઘવ-પરિણીતીએ 15 મેના રોજ સગાઈ કરીને તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આજે સાત ફેરા લઈને એકબીજા થઈ ગયા છે. (Instagram: Parineeti Chopra Instagram)

આજે બંનેના તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાય ગયા છે. (Instagram: Parineeti Chopra Instagram)

પરિણીતી-રાઘવ ચઢ્ઢા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. બંનેએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો છે. તે સમયે બંને માત્ર મિત્રો હતા. પરંતુ તેમની લવ સ્ટોરી ફિલ્મ 'ચમકિલા'ના સેટથી શરૂ થઈ હતી. (Instagram: Parineeti Chopra Instagram)

ગયા વર્ષે પરિણીતી પંજાબમાં 'ચમકિલા'નું શૂટિંગ કરી રહી હતી. ત્યારબાદ રાઘવ મિત્ર બનીને તેને મળવા ગયો હતો. આ મીટિંગ પછી, તેમની નિકટતા વધવા લાગી. (Instagram: Parineeti Chopra Instagram)

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આજે પતિ-પત્ની બની ગયા છે. (Instagram: Parineeti Chopra Instagram)