સ્વિમસૂટમાં Palak Tiwariએ આપ્યા બોલ્ડ પોઝ, શેર કર્યા માલદીવ વેકેશનના ફોટો
Palak Tiwari Latest Photos: સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળેલી અભિનેત્રી પલક તિવારીએ હાલમાં જ સ્વિમસૂટમાં પોતાના ફોટા શેર કર્યા છે. ચાહકો તેના ફોટો પર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

અભિનેત્રી પલક તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર સ્વિમ સૂટમાં ફોટો શેર કર્યા છે. જેમાં તે પૂલ પર બેસીને એન્જોય કરી રહી છે. તે નેવી બ્લુ કલરના સ્વિમસૂટમાં છે અને પોઝ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે અને તેની ખુશી તેના ચહેરા પર પણ જોઈ શકાય છે. અભિનેત્રી માલદીવમાં મિત્રો સાથે રજાઓ માણી રહી છે.

બોલિવૂડ અને ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. ચાહકો અભિનેત્રીના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પલકે હાલમાં જ તેના લેટેસ્ટ ટ્રિપના ફોટો શેર કર્યા છે, જેને જોઈને ચાહકો પાણી પાણી થઈ ગયા છે.

ફોટામાં અભિનેત્રી ખાસ રીતે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેતી જોવા મળે છે. ફોટાની સાથે પલકએ કેપ્શનમાં લખ્યું - 'નાસ્તા સાથે સ્વિમિંગ.'

આ પહેલા પલક તિવારીએ પીળા શોર્ટ ડ્રેસમાં ફોટો શેર કર્યો હતો. તેના ફોટા ખૂબ વાયરલ થયા હતા અને બોલ્ડ અંદાજમાં ચાહકોને દિવાના બનાવી દીધા હતા. અભિનેત્રી વેસ્ટર્ન લુકમાં સુંદ લાગી રહી છે અને તેના ચાહકોને સરપ્રાઈઝ આપવાની કોઈ તક ચૂકતી નથી.

પલક તિવારી હવે તેની માતાના પગલે ચાલી રહી છે અને અભિનયની દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી કરી હતી. ( All Photo credit- @palaktiwarii)