Shriya Saran Family Tree : ‘શિવાજી ધ બોસ’એ બદલી અભિનેત્રીની કિસ્મત, ટેનિસ ખેલાડી સાથે કર્યા લગ્ન જાણો શ્રીયા સરનના પરિવાર વિશે

શ્રીયા સરન આજે તેનો 41મો જન્મદિવસ (Shriya Saran Birthday) ઉજવી રહી છે. ટોલીવુડથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર આ અભિનેત્રીએ એક્ટિંગના દમ પર કરોડોની સંપત્તિ બનાવી છે. તો ચાલો આજે શ્રીયા સરનના પરિવાર વિશે વાત કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 1:39 PM
ઉત્તરાખંડના હરિદ્વારમાં 11 સપ્ટેમ્બર 1982ના રોજ જન્મેલી શ્રીયા સરનને કોઈ ઓળખની જરૂર નથી.તે માત્ર એક ઉત્કૃષ્ટ અભિનેત્રી નથી, પરંતુ તે એક તેજસ્વી ડાન્સર પણ છે, જે શાસ્ત્રીય અને પશ્ચિમી નૃત્ય બંનેમાં નિપુણ છે. બર્થડે સ્પેશિયલમાં અમે તમને શ્રિયાના જીવનની કેટલીક વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ.

1 / 6
શ્રીયા સરનનો જન્મ હરિદ્વારમાં થયો હતો અને તેણે દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો.  તેના પિતા પુષ્પેન્દ્ર સરન ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ એટલે કે ભેલમાં કામ કરતા હતા, જ્યારે માતા નીરજા સરન દિલ્હી પબ્લિક સ્કૂલમાં શિક્ષક હતા. શ્રિયાનો ડાન્સ પ્રત્યેનો જુસ્સો જોઈને તેને ડાન્સની ટ્રેનિંગ આપવામાં આવી. આ જ કારણ હતું કે કોલેજ દરમિયાન પણ તે ડાન્સ કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી હતી.

2 / 6
શ્રીયાએ 2001માં આવેલી તેલુગુ ફિલ્મ ઈષ્ટમથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે આવરપન, મિશન ઈસ્તાંબુલ, દ્રશ્યમ અને આરઆરઆર સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.શ્રિયા સરન તેની ફિલ્મોની સફળતા બાદ વૈભવી જીવન જીવી રહી છે.

3 / 6
શ્રીયા સરનના ભાઈનું નામ અભિરૂપ છે.અભિનેત્રી એક ફિલ્મ માટે 3-4 કરોડ રુપિયા ચાર્જ લે છે. શ્રિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે લાંબા સમય સુધી પોકેટ મની બચાવી રાખી હતી અને પછી તે અંધ શાળાને દાન કરી હતી.

4 / 6
શ્રેયાએ તેની અભિનય કારકિર્દી તેલુગુ ફિલ્મોથી શરૂ કરી હતી. શ્રેયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ લોકપ્રિય અને ડિમાન્ડિંગ એક્ટ્રેસ છે. તેણે ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ 'દ્રશ્યમ'થી તેને ઈન્ડસ્ટ્રીમાં ખાસ્સી ઓળખ મળી હતી.

5 / 6
શ્રિયા સરને તેના રશિયન બોયફ્રેન્ડ એન્ડ્રુ કોશિવ સાથે 2018માં લગ્ન કર્યા હતા. આજે બંનેને એક પુત્રી રાધા છે જેની સાથે શ્રેયા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. શ્રિયાના પતિ ટેનિસ ખેલાડી અને બિઝનેસમેન છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">