Vivek Agnihotri Family Tree : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ આવતાની સાથે છે રહે છે ચર્ચામાં, પત્ની પણ ફિલ્મમાં આપે છે પતિને સાથ
'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધ તાશ્કંદ ફાઇલ્સ' જેવી ફિલ્મો આપનાર દિગ્દર્શક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રી (Vivek Ranjan Agnihotri) ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલા રહે છે.પત્ની પલ્લવી જોશી એક જાણીતી ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. આ દંપતીને બે બાળકો છે, એક પુત્રી માલિકા અને એક પુત્ર મનન.

વિવેક અગ્નિહોત્રી એક ભારતીય હિન્દી ફિલ્મ નિર્દેશક છે. 49 વર્ષના વિવેકનો જન્મ 10 નવેમ્બર 1973ના રોજ ઈન્દોરમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રભુ દયાલ અગ્નિહોત્રી અને માતાનું નામ શારદા અગ્નિહોત્રી છે. વિવેકે 1997માં અભિનેત્રી પલ્લવી જોશી સાથે લગ્ન કર્યા, બંનેને એક પુત્રી અને એક પુત્ર છે. વિવેક અગ્નિહોત્રીને તેમની ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ્સ માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ પટકથા (ડાયલોગ)નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વિવેક અગ્નિહોત્રીએ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચોકલેટ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ દર્શકોથી લઈને વિવેચકો સુધી કોઈને પણ પ્રભાવિત કરી શકી નથી. આ ફિલ્મ હોલીવુડની થ્રિલર ફિલ્મ 'ધ યુઝ્યુઅલ સસ્પેક્ટ'ની રિમેક હતી.

પલ્લવી અને વિવેકે એકબીજાને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેએ 28 જૂન 1997ના રોજ લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો પણ છે. પલ્લવી એક્ટર હોવા ઉપરાંત પ્રોડ્યુસર પણ છે. તેણે તેના પતિ સાથે કાશ્મીર ફાઇલ્સનું નિર્માણ કર્યું છે.

પલ્લવી જોશી એક તેજસ્વી કલાકાર હોવાની સાથે સાથે નિર્માતા પણ છે. નાના પડદા સિવાય તેણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાની અભિનય શક્તિ સાબિત કરી છે. પલ્લવીની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.વિવેક અને પલ્લવીની પ્રથમ મુલાકાતની સ્ટોરી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. બંને પ્રથમ વખત એક રોક કોન્સર્ટ દરમિયાન મળ્યા હતા, જ્યાં બંનેને એક કોમન ફ્રેન્ડ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, જ્યારે તેઓ પહેલીવાર મળ્યા ત્યારે પલ્લવીને વિવેક પસંદ નહોતો. તેને લાગતું હતું કે તે એક અહંકારી વ્યક્તિ છે, પરંતુ બાદમાં બંને મિત્રો બની ગયા.

વિવેક અગ્નિહોત્રીએ અત્યાર સુધી માત્ર બે જ એવી ફિલ્મો આપી છે જે સફળ રહી અને બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો. તે બે ફિલ્મો છે - ધ તાશ્કંદ ફાઇલ્સ (2019) અને કાશ્મીર ફાઇલ્સ (2022 - બ્લોકબસ્ટર). તાશ્કંદ ફાઇલ્સે રૂ. 16.97 કરોડ (સેમી-હિટ)નો બિઝનેસ કર્યો હતો, જ્યારે કાશ્મીર ફાઇલ્સે અંદાજે રૂ. 250 કરોડનો બિઝનેસ કર્યો હતો (બ્લોકબસ્ટર) એટલે કે વિવેક અગ્નિહોત્રીનું ફિલ્મી કરિયર કંઈ ખાસ રહ્યું નથી. તેણે હિટ કરતાં વધુ ફ્લોપ ફિલ્મો આપી છે.

વિવેક અગ્નિહોત્રી હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ધ વેક્સીન વોરને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં અનુપમ ખેર, નાના પાટેકર, રાયમા સેન, મોહન કપૂર અને પલ્લવી જોશી જેવા શાનદાર કલાકારો જોવા મળી રહ્યા છે,આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે અને પ્રોડક્શન વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ ‘આઈ એમ બુદ્ધ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.