‘ડોન 3’ માટે કિયારા અડવાણીએ લીધી તેના કરિયરની સૌથી વધુ ફી ! રકમ જાણી ચોંકી જશો
બોલિવૂડના કોરિડોરમાંથી હવે બહાર આવેલી માહિતી અનુસાર, કિયારા અડવાણીએ ફરહાન અખ્તરના નિર્દેશનમાં બની રહેલી રણવીર સિંહની ફિલ્મ 'ડોન 3' માટે કિયારા અડવાણીની મોટી ફી લીધી છે. જે કદાચ રણવીર સિંહની ફી કરતા પણ વધુ હોવાનું કહેવામાંં આવી રહ્યું છે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક, અભિનેતા અને ગાયક ફરહાન અખ્તરે થોડા દિવસો પહેલા કિયારા અડવાણીને ફિલ્મ 'ડોન 3'માં કાસ્ટ કરવા અંગે મોટી જાહેરાત કરી હતી. આટલા વર્ષોમાં આ પહેલીવાર હશે જ્યારે કિયારા અડવાણી અને રણવીર સિંહ મોટા પડદા પર રોમાન્સ કરતા જોવા મળશે.

આ જોડીને 'ડોન 3'માં જોવા માટે દર્શકો ઉત્સુક છે. આ સમયે જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તેનાથી કિયારા અડવાણીના ફેન્સ પણ ચોંકી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિયારા અડવાણીને ફિલ્મ 'ડોન 3'માં કાસ્ટ કરવા માટે નિર્માતા પાસેથી તગડી રકમ લીધી છે.

ડોન 3માં મેકર્સે રણવીર સિંહની સામે કિયારા અડવાણીને કાસ્ટ કરવાનું નક્કી કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે કિયારા અડવાણીએ 'ડોન 3' માટે 13 કરોડ રૂપિયાની મોટી રકમ ચાર્જ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ રકમ ફિલ્મના લિડ એક્ટર રણવીર સિંહ કરતા પણ વધુ હોવાનું જણાય રહ્યું છે.

રણવીર સિંહ અને કિયારા અડવાણીએ ફિલ્મ 'ડોન 3' માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 'ડોન 3'નું બજેટ અગાઉની બે ફિલ્મો કરતાં ઘણું વધારે હશે. કિયારા અડવાણીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીની લાઇનઅપમાં હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની 'વોર 2' પણ છે.

ખરેખર, કિયારા અડવાણી ફિલ્મ 'ડોન 3'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એવા સમાચાર હતા કે કૃતિ સેનનને પહેલા પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ બાદમાં કિયારાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.

બંનેના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ રણવીર સિંહ ફિલ્મમાં કિયારાને કાસ્ટ કરવા માટે ઉત્સાહિત હતો. આ બંનેની ઑફ સ્ક્રીન સારી બોન્ડ છે. કદાચ તેથી જ અભિનેતાએ કિયારાને હા પાડી. ત્યારબાદ ફરહાન એક્ટ્રેસ પાસે ગયો અને તેને તેના રોલ વિશે જણાવ્યું, જેના માટે તે પણ સંમત થઈ ગઈ.
