Jacqueline Fernandez : ગ્લેમરસ લુકમાં જોવા મળી જેકલીન ફર્નાન્ડીઝ, લોકોએ કહ્યું સુકેશ ભૈયા કેમ છે?
Jacqueline Fernandez Photos:બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ ફરી એકવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના નવા ફોટો શેર કર્યા છે.


બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. અભિનેત્રીનું નામ 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલું છે. સુકેશ જેકલીનને જેલમાંથી પત્ર લખતો રહે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અભિનેત્રીનું નામ ચર્ચામાં છે.

જેકલીન ફર્નાન્ડિઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. જેકલીનના આ ફોટોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. એક્ટ્રેસની કિલર સ્ટાઇલ તેના ફેન્સનું તમામ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં જેકલીન ફર્નાન્ડીઝની સુંદરતાના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.

લવંડર રંગના ક્રોપ ટોપ અને થાઈ હાઈ સ્લિટ લોન્ગ સ્કર્ટમાં જેકલીન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.ચાહકોને જેકલીન ફર્નાન્ડીઝના આ ફોટો ખુબ પસંદ આવી રહ્યા છે. ફોટોની વાત કરીએ તો, પ્રથમ ફોટોમાં જેકલીન તેના સ્ટાઇલિશ અને ડીપ નેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

બીજા ફોટોમાં સફેદ સોફા પર બેઠેલી તે પોતાની બિલાડી સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે. જો કે તેના આ ફોટોની ખૂબ ચર્ચા થઈ રહી છે. યુઝર્સ કોમેન્ટ દ્વારા કહી રહ્યા છે કે સુકેશ જેલમાં છે અને તેની બિલાડી જેકલીન સાથે છે.

ત્રીજા ફોટોમાં જેકલીનનો ક્લોઝઅપ શોટ પણ કેપ્ચર કરવામાં આવ્યો છે. જે ફોટોમાં તેની સુંદરતા સ્પષ્ટ જોવા મળી રહી છે. જેકલીનના આ ફોટોમાં તેની બેગ પણ એકદમ ક્લાસી છે. તેના ડ્રેસ સાથે પણ મેચિંગ છે.

છેલ્લા ફોટોની વાત કરીએ તો, જેકલીન ફર્નાન્ડીઝ તેમાં નિખાલસ શૉટ આપતી જોવા મળે છે. જો કે, આ ફોટોમાં ફેન્સની નજર તેના ડીપનેક આઉટફિટ પર અટકી ગઈ છે. જેક્લિને ખુલ્લા વાળ અને સ્કિન ટોન લિપસ્ટિકથી તેનો લુક પૂર્ણ કર્યો.






































































