Dev Anand Bungalow Photos: દેવ આનંદે મુંબઈના આ આલીશાન બંગલામાં વિતાવ્યા 40 વર્ષ, ઘરની અંદરની તસવીરો આવી સામે
Dev Anand Bungalow Inside Photos : સ્વર્ગસ્થ અભિનેતા દેવ આનંદનું જુહુનું ઘર આઇરિસ પાર્ક આજે પણ તેમની યાદોને પ્રદર્શિત કરે છે. ચાલો તેમના આલીશાન ઘરની એક ઝલક જોઈએ.

દેવ આનંદ ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક હતા. તેઓ રાજ કપૂર અને દિલીપ કુમાર સાથે "ટ્રિનિટી - ધ ગોલ્ડન ટ્રિયો" નો પણ એક ભાગ હતા. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમને 2001માં પદ્મ ભૂષણ અને 2002માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

દેવ આનંદનું સાચું નામ ધર્મદેવ પિશોરીમલ આનંદ હતું. જો કે તાજેતરના દાયકાઓમાં આપણે ઘણા સુપરસ્ટાર જોયા છે, પરંતુ દેવ આનંદે જીવનના અંત સુધી જે રીતે પોતાની જાતને સંભાળી રાખી છે, તે માનવ તરીકેની તેમની મહાનતાને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. દેવાનંદનું વ્યક્તિત્વ કેટલું મોટું છે એ કહેવાની જરૂર નથી પરંતુ આજે અમે તમને દેવાનંદના જૂના ઘર વિશે જણાવીશું જ્યાં તેઓ રહેતા હતા.

દેવ આનંદના જીવન વિશેનો બીજો રસપ્રદ કિસ્સો એ તેમનું વૈભવી ઘર છે. જે જુહુમાં આઇરિસ પાર્કની નજીકમાં આવેલું હતું. તે આલીશાન વિસ્તારમાં એક્ટરનો પહેલો બંગલો હતો. અભિનેતા તેની પત્ની અને અભિનેત્રી કલ્પના કાર્તિક અને તેમના બાળકો, સુનીલ આનંદ અને દેવીના સાથે લગભગ 40 વર્ષ સુધી ઘરમાં રહેતા હતા.

શરૂઆતમાં અભિનેતાના ઘરની આજુબાજુની દિવાલો જમીનથી થોડાક ઈંચ ઉંચી હતી પરંતુ પછીના દાયકાઓમાં દેવ આનંદે તેના બંગલાની આસપાસ બનેલી નવી ઈમારતોમાં રહેતા લોકો તેના રૂમમાં પ્રવેશી ન શકે તે માટે દિવાલો ઉભી કરી હતી.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો દેવ આનંદના બંગલાના આંતરિક ભાગને માટીના રંગમાં રંગવામાં આવ્યો હતો. દિવાલો તેમની ફિલ્મોના પોસ્ટરોથી શણગારવામાં આવી હતી. એવા પણ અહેવાલ છે કે મોંઘા સોફા, કેટલીક દુર્લભ પ્રાચીન વસ્તુઓથી ભરેલું હતું અને ઘરના જુદા જુદા ભાગોમાં સુંદર ચિત્રો હતા. અભિનેતાએ ભાગ્યે જ તેના ઘરની કોઈ તસવીરો અખબારોમાં આવવા દીધી.

દેવ આનંદે તેમના જુહુના ઘર વિશે નિખાલસતાથી વાત કરી, જ્યાં તેમણે તેમના પરિવાર સાથે જીવનભરની યાદો બનાવી.

દેવ આનંદે એક વખત કહ્યું હતું : જ્યારે મેં જુહુમાં મારું ઘર બનાવ્યું ત્યારે તે એક નાનું ગામ હતું, પરંતુ હવે જુહુ ખૂબ જ ભીડવાળું થઈ ગયું છે, ખાસ કરીને રવિવારે. અહીં હવે એ બીચ નથી રહ્યો જ્યાં હું શાંતિથી બેસતો હતો, હવે બધે જ ઘોંઘાટ છે. મારા આઇરિસ પાર્ક નિવાસસ્થાનમાં હવે કોઈ પાર્ક નથી.