દાદા કોમેડિયન કાકા અને પિતા બૂગી વૂગીથી ફેમસ થયા, આવો છે મીઝાન જાફરીનો પરિવાર
જાવેદ જાફરીના પુત્ર અને ફેમસ કોમેડિયન કલાકાર જગદીપના પૌત્ર મીઝાન જાફરીએ ધીમે ધીમે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.તો આજે આપણે મીઝાન જાફરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

જાવેદ જાફરી અને તેનો દીકરો મીઝાન જાફરી હાલમાં ચર્ચામાં છે. પિતા-પુત્રની આ જોડી ટૂંક સમયમાં અજય દેવગણની ફિલ્મ દે દે પ્યાર દે 2 માં સાથે જોવા મળશે.

મીઝાનનો ઉછેર સિનેમા સાથે ઊંડો સંબંધ ધરાવતા પરિવારમાં થયો હતો.અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા, મીઝાન જાફરીએ પ્રખ્યાત દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' જેવી શાનદાર ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું અને પડદા પાછળ રહીને અભિનયની ઝીણવટભરી કળા શીખી હતી.

મીઝાનનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

જગદીપે ત્રણ લગ્ન કર્યા, અને નસીમ બેગમથી તેમને ત્રણ બાળકો હતા,હુસૈન, શાકિર આસિફ અને સુરૈયા. બેગમ જાફરીથી તેમને જાવેદ અને નાવેદ જાફરી થયા, બંને ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા હતા. જગદીપની ત્રીજી પત્ની નાઝીમા હતી.

જગદીપના પુત્ર જાવેદ જાફરી ડાન્સિંગ શો બૂગી વૂગીના હોસ્ટ તરીકે જાણીતા છે. જાવેદ જાફરીને ત્રણ બાળકો છે, બે પુત્રો, મીઝાન જાફરી અને અબ્બાસ જાફરી, અને એક પુત્રી, અલાવિયા જાફરી.

મીઝાન જાફરીની ફિલ્મ, મલાલ, રિલીઝ થઈ ચૂકી છે, જેનું નિર્માણ સંજય લીલા ભણસાલી અને ભૂષણ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો આજે આપણે મીઝાન જાફરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

મીઝાન જાફરીનો જન્મ સૈયદ મીઝાન અહેમદ જાફરીના ઘરે 9 માર્ચ 1995ના રોજ થયો છે. તે એક બોલિવુડ અભિનેતા છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. અભિનેતા જાવેદ જાફરીના પુત્ર અને કોમેડી સ્ટાર જગદીપના પૌત્ર છે.

મીઝાન જાફરીએ મલાલ (2019)માં અભિનયની શરૂઆત કરી હતી, જેના કારણે તેમને તેમના અભિનય માટે પ્રશંસા મળી હતી. ત્યારબાદ જાફરીએ હંગામા 2 (2021) અને યારિયાં 2 (2023)માં અભિનય કર્યો છે.

મીઝાન જાફરીએ પેન્સિલવેનિયાની ફ્રેન્કલિન અને માર્શલ કોલેજમાં બિઝનેસનો અભ્યાસ કર્યો હતો,

પરંતુ પછી તેમણે ન્યૂ યોર્કની સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સમાં ફિલ્મ દિગ્દર્શનનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું.

મીઝાન જાફરી હાલમાં તેની આગામી ફિલ્મ "દે દે પ્યાર દે 2" માટે ચર્ચામાં છે, જેમાં તે અજય દેવગણ, આર. માધવન અને રકુલ પ્રીત સિંહ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

રસપ્રદ વાત એ છે કે, તેના પિતા જાવેદ જાફરી પણ આ ફિલ્મનો ભાગ છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 14 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ટુંકમાં બાપ-દીકરાની જોડી ચાહકોને સાથે જોવા મળશે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
