Ileana Dcruz Boyfriend :ઇલિયાના ડીક્રુઝે તેના બાળકના પિતાનો ચહેરો બતાવ્યો, જુઓ કોણ છે આ વ્યક્તિ
ઇલિયાના ડીક્રુઝ (Ileana Dcruz) ટૂંક સમયમાં તેના બાળકને જન્મ આપશે. હવે તેણે તેના બાળકના પિતાનો ખુલાસો કર્યો છે જે તેણે મહિનાઓ સુધી ગુપ્ત રાખ્યો હતો. હવે આ રહસ્યનો પણ પર્દાફાશ થયો છે. લાંબી રાહ જોયા બાદ ઇલિયાના ડીક્રુઝે તેના બાળકના પિતાનો ફોટો શેર કર્યો છે.

બોલિવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ થોડા દિવસોમાં જ તેના બાળકને જન્મ આપશે. હાલમાં તે વિદેશમાં રહી પોતાની પ્રેગ્નેસીની મજા માણી રહી છે. ઈલિયાનાએ એપ્રિલમાં પોતાની પ્રેગ્નેસીને લઈ ખુલાસો કર્ય હતો. ત્યારથી જ દરેક લોકોને એક સવાલ છે કે, અભિનેત્રીના બાળકનો પિતા કોણ છે. હવે તેણે આ રાઝ પરથી પડદો ઉઠાવ્યો છે. લાંબા સમય બાદ ઈલિયાના ડિક્રુઝ પોતાના બાળકના પિતાનો ફોટો શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે, ઇલિયાના લગ્ન વગર જ મા બનવા જઈ રહી છે. ઇલિયાના ડીક્રુઝે બોયફ્રેન્ડનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે એક સ્પેશિયલ મેસેજ પણ લખ્યો છે. આ ફોટોમાં અભિનેત્રી રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ શેર કરેલા આ ફોટોમાં ઈલિયાના પોતાના બોયફેન્ડની સાથે ડેટ નાઈટ એન્જોય કરતી જોવા મળી રહી છે. આ ફોટો તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં કેપ્શનમાં તેમણે લખ્યું ડેટ નાઈટ, પરંતુ અભિનેત્રીએ તેના નામનો કોઈ ખુલાસો કર્યો નથી.

અભિનેત્રીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ રણબીર કપૂર સાથે 'બરફી' હતી. ઇલિયાના છેલ્લે ફિલ્મ 'અનફેર એન્ડ લવલી'માં જોવા મળી હતી.

બાય ધ વે, ઇલિયાના હાલમાં તેની પ્રેગ્નન્સી જર્ની ખૂબ એન્જોય કરી રહી છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના બેબી મૂનની તસવીરો પણ શેર કરી હતી. આ દરમિયાન ઇલિયાના તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. (all photo : instantbollywood)