કરીના કપૂર ખાન
બોલિવૂડ એકટ્રેસ કરીના કપૂર, કપૂર ફેમિલીમાંથી આવે છે, જેનો જન્મ 21 સપ્ટેમ્બર 1980 ના રોજ મુંબઈમાં થયો છે. તેના માતા-પિતાનું નામ રણધીર કપૂર અને માતાનું નામ બબીતા કપૂર છે. તે અભિનેત્રી કરિશ્મા કપૂરની નાની બહેન છે. કરીના કપૂરે મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ દેહરાદૂનની વેલ્હમ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.
કરીના કપૂર ખાન પાસે છ ફિલ્મફેર એવોર્ડ સહિત અસંખ્ય એવોર્ડ મળેલા છે.તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2000માં આવેલી ફિલ્મ રેફ્યુઝીથી કરિયરની શરુઆત કરી હતી. તેમણે કભી ખુશી કભી ગમ, ચમેલી, જબ વી મેટ, તલાશ, વી આર ફેમિલી, હિરોઈન, ઉડતા પંજાબ, લાલ સિંહ ચઢ્ઢા, 3 ઈડિયટ્સ, બજરંગી ભાઈ જાન, બોડિગાર્ડ, સિંઘમ રિટર્ન્સ, વીરે દી વેડિંગ વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે.
તેને પટૌડી પરિવારના પુત્ર અને બોલિવુડમાં એક્ટિવ એવા ફેમસ એક્ટર સૈફ અલી ખાન સાથે વર્ષ 2012માં કર્યા હતા. તેને અત્યારે 2 પુત્રો છે : જેહ અને તૈમુર. તે પોતાની ફેશનને લઈને લોકોમાં ફેમસ છે. ફેન્સ તેની એક્ટિંગ અને ફેશનના વખાણ કરતા હોય છે.
Kareena Kapoor fitness : 45 વર્ષીય કરીના કપૂર ખાનની ફિટનેસ છે ગજબ, ફેમિલી સાથે વિકેન્ડની તસવીરો વાયરલ
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન 45 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસથી ધ્યાન ખેંચી રહી છે. અભિનેત્રીની નવી ફિલ્મની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી.
- Sagar Solanki
- Updated on: Oct 26, 2025
- 6:25 pm
કરીના અને સૈફેના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન, કપૂર પરિવાર, આલિયા અને નીતુ એક સાથે જોવા મળ્યો, જુઓ Photos
બોલીવુડ વર્તુળોમાં દિવાળીની ઉજવણી જોવા મળી રહી છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને તાજેતરમાં જ દિવાળી પહેલા પાર્ટીનું આયોજન કર્યું હતું. આલિયા, નીતુ કપૂર, કરિશ્મા કપૂર અને અન્ય ઘણા લોકોએ પાર્ટીમાં હાજરી આપી હતી.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 8:26 pm
આજે છે બોલિવુડની ટેલેન્ટેડ અને ગ્લેમરસ અભિનેત્રીનો જન્મદિવસ, બેબોના નામ પાછળની રસપ્રદ સ્ટોરી જાણો
બોલીવુડની સૌથી ફેમસ અભિનેત્રીઓમાંની એક કરીના કપૂર ખાન આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. કરીના બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અને ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંની એક છે. તેના જન્મદિવસ પર, તેના નામ પાછળની રસપ્રદ સ્ટોરી જણાવીએ.
- Nirupa Duva
- Updated on: Sep 21, 2025
- 8:14 am
માતા, પિતા, દાદી, બહેન, ફઈ, ફુઆ અને સાવકી માતા પણ બોલવિુડ અભિનેત્રી, આવો છે પાવરફુલ અભિનેતાનો પરિવાર
ઇબ્રાહિમ અલી ખાનનો જન્મ બોલિવૂડના એક દિગ્ગજ પરિવારમાં થયો હતો. તેમના પિતા સૈફ અલી ખાન અને માતા અમૃતા સિંહ, બંને ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરા છે.તો આજે આપણે ઇબ્રાહિમ અલી ખાનના પરિવાર વિશે વિસ્તારથી જાણીશું.
- Nirupa Duva
- Updated on: Sep 2, 2025
- 7:16 am
તૈમુર અને જેહ કરીનાના સંતાન નથી ! કરિશ્મા કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવી આ વાત, જાણો વિગત
કરીના અને કરિશ્મા આ બંને બહેનો વચ્ચેનો સંબંધ એટલો મજબૂત છે કે તેઓ એકબીજા સાથે કલાકો સુધી વાતો કર્યા કરતા હોય છે. એટલુ જ નહીં જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે કરિશ્મા પણ રાત્રે તેની બહેન કરીનાના ઘરે પહોંચીને તેને હિંમત આપતી રહી હતી.
- Tanvi Soni
- Updated on: Jul 11, 2025
- 10:31 am
કરીના કપૂરે પીરિયડ્સ વિશે વાત કરી ગુજરાતની સ્કૂલના કર્યા વખાણ, જુઓ ફોટો
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે પીરિયડ્સને લઈ વાત કરી છે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પીરિયડ્સને લઈ લોકોમાં જાગરુક્તા વિશે વાત કરી છે.
- Nirupa Duva
- Updated on: May 30, 2025
- 1:27 pm
IIFA 2025 : બ્રેકઅપના 18 વર્ષ બાદ ગળે લાગ્યા કરીના કપૂર અને શાહિદ કપૂર, જુઓ વીડિયો
જયપુરમાં ચાલી રહેલા IIFAમાં એક એવો નજારો જોવા મળ્યો કે જેમણે તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. અત્યારે તો IIFA કરતા આ વીડિયોની વધારે ચર્ચા થઈ રહી છે. IIFAની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરીના કપૂર ખાન, શાહિદ કપૂરને ગળે લાગતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Mar 9, 2025
- 11:15 am
કોઈ એક્ટર નહીં પરંતુ રાહુલ ગાંધી પર આવ્યુ હતુ કપૂર ખાનદાનની આ અભિનેત્રીનું દિલ, કરવા માગતી હતી ડેટ- વાંચો
કપૂર ખાનદાનમાંથી આવતી આ અભિનેત્રી આજે એક બહુ મોટા અને બહુ અમીર ઘરાનાની પુત્રવધુ છે. પરંતુ તેનુ એક જુનુ ઈન્ટરવ્યુ તાજેતરમાં સામે આવ્યુ છે. જેમા અભિનેત્રીએ ખૂલીને પોતાના વિશે વાત કરી છે. જોકે તેમણે કહ્યુ કે તેનુ કોઈ એક્ટર પર નહીં પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર એક સમયે તેનુ દિલ આવ્યુ હતુ.
- Mina Pandya
- Updated on: Feb 25, 2025
- 9:48 pm
કરીના કપૂર લે છે 21 કરોડ ફી, ફુલ ટાઈમ ડ્રાઈવર નથી રાખી શકતી, આવું કેમ કહે છે આકાશદીપ
સારી વાત એ છે કે સૈફ અલી ખાન હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો કે સૈફ પર થયેલા હુમલાના કિસ્સામાં જે બાબતો બહાર આવી છે તે કેટલાક લોકોને સમજાતી નથી. આકાશદીપે આ જ બાબતોને લઈને સૈફ અને કરીના પર કટાક્ષ કર્યો છે.
- Meera Kansagara
- Updated on: Feb 4, 2025
- 10:18 am
Saif Ali Khan Attack : શું એક સત્ય છુપાવવા માટે સૈફ અલી ખાનનો પરિવાર “Safe Game” રમી રહ્યો છે?
સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો કોયડો હજુ પણ ગુંચવાયેલો છે. દરરોજ નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે એવી પણ ચર્ચા લોકો કરી રહ્યા છે કે, સૈફ અલી ખાન શું સત્ય છુપાવી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jan 28, 2025
- 11:48 am
Saif Ali Khan stabbed: હુમલા બાદ Saif Ali Khanએ પહેલીવાર આપ્યું નિવેદન ! અભિનેતાએ જાતે જણાવી આખી ઘટના
મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સૈફ અલી ખાને કહ્યું કે જ્યારે તેણે તેની નર્સ આલિયામા ફિલિપની ચીસો સાંભળી, ત્યારે તે બંને જહાંગીરના રૂમ તરફ દોડી ગયા જ્યાં આલિયામા ફિલિપ પણ સૂતી હતી.
- Devankashi rana
- Updated on: Jan 24, 2025
- 10:28 am
Saif Ali Khan Discharged : સૈફ અલી ખાનને 5 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છરીથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયાના 5 દિવસ બાદ અભિનેતા પોતાના ઘરે પાછો ફર્યો છે. 16 જાન્યુઆરીના રોજ અભિનેતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો.
- Dilip Chaudhary
- Updated on: Jan 21, 2025
- 6:01 pm
Saif Ali Khan Attack : સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી ભારત કેવી રીતે પહોંચ્યો ? ઘરમાંથી 19 ફિંગરપ્રિન્ટ મળ્યા
સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીના રાત્રે તેના જ ઘરમાં હુમલો થયો હતો. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે નવા ખુલાસા થયા છે.
- Nirupa Duva
- Updated on: Jan 21, 2025
- 10:21 am
Saif Ali Khan Attack : સૈફ અલી ખાન નહીં, તેના બંને બાળકો હતા આરોપીના ટાર્ગેટ, સૈફ પહેલા આ સેલિબ્રિટીઝના ઘરની પણ કરી હતી રેકી
મધ્યરાત્રિએ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કરનાર અને સૈફ પર ખૂની હુમલો કરનાર આરોપીને આખરે મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે સૈફ સહિત અનેક સેલિબ્રિટીઓના ઘરની રેકી પણ કરી હતી. એટલું જ નહીં, તેણે ચોરી માટે સૈફનું ઘર કેમ પસંદ કર્યું તેની માહિતી પણ સામે આવી છે.
- Tanvi Soni
- Updated on: Jan 20, 2025
- 9:40 am
મુંબઈ પોલીસ સૈફ અલી ખાનનું નિવેદન નોંધવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી- જુઓ Video
સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં આવેલા અજાણ્યા શખ્સે કરેલા હુમલા બાદ તેઓ લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે પોલીસ બે દિવસ બાદ સૈફ અલી ખાનનું નિવેદન લેવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી પરંતુ સૈફને બોલવામાં મુશ્કેલી હોવાથી નિવેદન લઈ શકી ન હતી.
- Mina Pandya
- Updated on: Jan 18, 2025
- 10:00 pm