કંગના રનૌત
કંગના રનૌતના ફિલ્મી કરિયરને 17 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એક્ટ્રેસે વર્ષ 2006માં ગેંગસ્ટર ફિલ્મથી બોલિવુડની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. કંગનાએ હિન્દી ફિલ્મો સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેનું કરિયર હિન્દી ફિલ્મોમાં સારું રહ્યું. કંગના રનૌતની પહેલી જ ફિલ્મ લોકોને ખૂબ ગમી હતી અને તેની એક્ટિંગના વખાણ થયા હતા.
કંગના રનૌતની લેટેસ્ટ ફિલ્મ ‘તેજસ’ 27 ઓક્ટોબરે જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કંગનાએ પહેલીવાર ફાઈટર પાઈલટનો રોલ પ્લે કર્યો છે. કંગનાની છેલ્લી કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું નથી. 2019 પછી તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી નથી. કંગનાની જજમેન્ટલ હૈ ક્યા 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ જોરદાર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી પંગા, થલાઈવી અને ધાકડ જેવી ફિલ્મ પણ કંઈ ખાસ કમાલ બતાવી ન શકી.
આ પહેલા 2015માં આઈ લવ એનવાય, કટ્ટી બટ્ટી, રંગૂન અને સિમરન જેવી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ 25 જાન્યુઆરી 2019 ના રોજ રિલીઝ થયેલી કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ સારો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.
Highest Paid Actresses : સૌથી વધુ કમાણી કરતી 8 અભિનેત્રીઓ, 4 ની ઉંમર તો 40 ને પાર, જુઓ Photos
આજના સમયમાં ભારતીય સિનેમામાં અભિનેત્રીઓ પણ અભિનેતાઓ જેટલી જ મોટી ફી લેતી થઈ ગઈ છે. બોલિવૂડ તેમજ દક્ષિણ ભારતીય સિનેમાની અનેક અભિનેત્રીઓ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. આજે અમે તમને ભારતની 8 સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમાંથી ચાર અભિનેત્રીઓ 40 વર્ષથી વધુ ઉંમરની છે.
- Sagar Solanki
- Updated on: Jan 9, 2026
- 1:37 pm
મોરને જોઈને નાચવા લાગી અભિનેત્રી, ઝાડ પરથી કેરી તોડતો વીડિયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મોરની જેમ નાચતી જોઈ શકાય છે. અભિનેત્રીનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: May 12, 2025
- 1:01 pm
આ બોલિવૂડ સ્ટાર જે ધોરણ 12માં નાપાસ છે, પણ બોલિવુડમાં આપે છે હિટ ફિલ્મો
બોલિવુડમાં અનેક એવા બોલિવુડ સ્ટાર છે. જે ભણવામાં ઢગલાના ઢ જેવા હતા પરંતુ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપી છે. તો ચાલો જોઈએ ક્યા ક્યા બોલિવુડ સ્ટાર ધોરણ 12માં નાપાસ છે.
- Nirupa Duva
- Updated on: May 5, 2025
- 12:10 pm
જે સ્થળે ગુજરાતીઓ ફરવા વધુ જાય છે, તે સ્થળે કંગના રનૌતે કાફે ખોલ્યું, જુઓ વીડિયો
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે મનાલીમાં રેસ્ટોરન્ટ ખોલ્યું છે. કંગના રનૌતના રેસ્ટોરન્ટનું નામ The Montain Story છે, જેનું 14 ફ્રેબુઆરીના રોજ ઉદ્ધાટન હશે. તો ચાલો જાણીએ કંગના રનૌતના રેસ્ટોરન્ટનું મેનું કેવું છે,
- Nirupa Duva
- Updated on: Feb 7, 2025
- 11:48 am