કૃતિ સેનન
વર્તમાન સમયમાં બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી કૃતિ સેનનો જન્મ 27 જુલાઈ 1990ના રોજ નવી દિલ્હી ખાતે થયો હતો. તેના પિતાનું નામ રાહુલ સેનન છે. જેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમજ કૃતિ સેનની માતા દિલ્હી યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર છે. કૃતિની નાની બહેનનુ નામ નૂપુર છે. કૃતિ સેનને જેપી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશનમાંથી અભ્યાસ કર્યો છે.
કૃતિ સેનને તેલુગુ ફિલ્મ નેનોક્કાડિને માંથી ડેબ્યૂ કર્યુ હતુ. તેમજ હીરોપંતી ફિલ્મથી તેને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત કૃતિ સેનને ક્લોઝઅપ, વિવેલ, અમૂલ , સેમસંગ અને હિમાલયા જેવી બ્રાન્ડ્સની જાહેરાતોમાં જોવા મળી હતી . વિલ્સ લાઈફસ્ટાઈલ ફેશન વીક, ચેન્નાઈ ઈન્ટરનેશનલ ફેશન વીક અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી વીકમાં પણ જોવા મળી હતી. કૃતિ સેનને બોલિવૂડમાં અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ મુવી આપી છે.
કોણ છે કૃતિ સેનનના થનારા જીજા ? જેમની સાથે બહેન નુપૂર કરવા જઈ રહી લગ્ન
કૃતિની જેમ, નુપૂર પણ એક અભિનેત્રી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નુપૂર નવા વર્ષના દિવસે ઉદયપુરમાં તેના બોયફ્રેન્ડ અને ગાયક સ્ટેબિન બેન સાથે લગ્ન કરવાની છે. અહેવાલો અનુસાર, બંને આવતા મહિને, 8 અને 9 જાન્યુઆરીએ લગ્ન કરે તેવી અપેક્ષા છે.
- Devankashi rana
- Updated on: Dec 4, 2025
- 4:19 pm
Gen Z તૈયાર રહેજો ! 3 કલાકમાં 2.7 મિલિયન વ્યૂઝ… ‘તેરે ઇશ્ક મેં’ ટાઇટલ ટ્રેકે ધૂમ મચાવી, ધનુષ-કૃતિની કેમેસ્ટ્રી પર ફેન્સ ફિદા
કૃતિ સેનન અને ધનુષની ફિલ્મ 'તેરે ઇશ્ક મેં'નું ટાઇટલ ટ્રેક ખૂબ જ લોકપ્રિય બન્યું છે. રિલીઝ થયા પછીથી જ તેને વ્યાપક પ્રશંસા મળી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Oct 18, 2025
- 8:51 pm
Year Ender 2024 : આ સ્ટાર્સે વર્ષ 2024માં OTT પર કર્યું ડેબ્યૂ, પોતાની એક્ટિંગથી લોકોને બનાવ્યા દિવાના
Year Ender 2024 : વર્ષ 2024માં ઘણા બોલિવૂડ ચહેરાઓએ OTT પર ડેબ્યૂ કર્યું હતું. તેમાંથી કેટલાકે વેબ સીરિઝ સાથે તો કેટલાકે તેમની ફિલ્મોથી OTT દર્શકોના દિલ જીતી લીધા.
- Meera Kansagara
- Updated on: Dec 16, 2024
- 2:12 pm