Happy Birthday Athiya Shetty : ક્રિકેટર કેએલ રાહુલ સાથે અથિયા શેટ્ટીની કેટલીક રોમેન્ટિક તસવીરો જુઓ
બર્થડે ગર્લ આથિયા શેટ્ટી 30 વર્ષની થઈ ગઈ છે. આથિયા શેટ્ટી અને તેના બોયફ્રેન્ડ કેએલ રાહુલની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીનો આજે જન્મદિવસ છે. ક્રિકેટ અને બોલિવૂડ સાથેનો સંબંધ ઘણો જૂનો છે. ક્રિકેટરો માટે ઘણી અભિનેત્રીઓનું દિલ ધડકતું જોવા મળ્યું છે. હવે આ લાંબી યાદીમાં અથિયાનું નામ પણ સામેલ થઈ ગયું છે.

આથિયા શેટ્ટી ભારતના ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

અથિયા શેટ્ટી 30 વર્ષની થઈ ગઈ છે. ઘણા વર્ષો સુધી બંનેએ રાહુલ સાથેના સંબંધોને કેમેરાની નજરથી દૂર રાખ્યા હતા.

અથિયાના ભાઈ અહાનની ફિલ્મના સ્ક્રીનિંગમાં કેએલ રાહુલ પહેલીવાર આથિયા સાથે જોવા મળ્યો હતો. તેણે શેટ્ટી પરિવાર સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

આથિયા શેટ્ટીએ થોડાં વર્ષો પહેલા ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતુ પરંતુ શેટ્ટી ભાઈ અને બહેન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શક્યા નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયા બંનેનો પરિચય એક કોમન ફ્રેન્ડ દ્વારા થયો હતો. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા.