બિગ બોસ સ્પર્ધકથી લઈ ફિલ્મ સ્ટાર અને હવે રાજકારણમાં એન્ટ્રી કરનાર અભિનેતાનો આવો છે પરિવાર
ભોજપુરી જ્યુબિલી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆ હવે માત્ર એક અભિનેતા જ નહીં પરંતુ એક રાજકારણી પણ છે. તેઓ રાજકીય ક્ષેત્રે પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. તો આજે અમે તમને તેમના પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવને લોકો નિરહુઆથી પણ ઓળખે છે.નિરહુઆ રિયાલિટી શો "બિગ બોસ" નો પણ ભાગ રહી ચૂક્યો છે. તે 2012 માં "બિગ બોસ સીઝન 6" માં આવ્યો હતો, પરંતુ નવ અઠવાડિયા પછી તે બહાર થયો હતો.

દિનેશ લાલ યાદવ નિરહુઆ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચેહરો છે. તેઓ રાજકારણમાં પણ એક્ટિવ છે, તેમણે આઝમગઢ મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે કામ કર્યું છે. તેમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો આજે આપણે નિરહુઆના પરિવાર વિશે જાણીએ.

નિરહુઆનો પરિવાર જુઓ

બધા જાણે છે કે તેઓ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. જોકે, કેટલીક એવી વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે.આજે તેઓ ચૂંટણી પ્રચાર માટે ખાનગી જેટમાં મુસાફરી કરે છે. તેમની પાસે લક્ઝરી ઘરથી લઈને વૈભવી કાર સુધી બધું જ છે.

દિનેશ લાલ યાદવ નિરહુઆના પિતાએ બે લગ્ન કર્યા હતા. બીજા લગ્ન મજબૂરીને કારણે થયા હતા, જેના કારણે તેમને આ પગલું ભરવાની ફરજ પડી હતી. પહેલી પત્નીના મૃત્યુ પછી તેમણે ફરીથી લગ્ન કર્યા હતા.

નિરહુઆના પિતાને તેમની પહેલી પત્નીથી બે પુત્રીઓ, સુશીલા અને આશા છે, જ્યારે તેના પિતાના બીજા લગ્નથી દિનેશ લાલ યાદવ, પ્રવેશ લાલ યાદવ અને એક બહેન, લલિતા છે.

નિરહુઆનો જન્મ કુમાર યાદવ અને ચંદ્રજ્યોતિ યાદવના ઘરે થયો હતો. તેમનો એક ભાઈ પ્રવેશ લાલ યાદવ અને એક બહેન લલિતા યાદવ છે.નિરહુઆએ શિક્ષણ કોલકાતામાં મેળવ્યું છે, જ્યાં તેમણે મલિકપુર કોલેજમાંથી સ્નાતક (બી.કોમ) કર્યું છે.

તેમણે તેમના બાળપણનો મોટાભાગનો સમય કોલકાતાના 4 નંબર રેલ્વે ગેટ (અગરપરા) વિસ્તારમાં "બેલઘોરિયા" માં વિતાવ્યો જ્યાં તેમના પિતા એક ફેક્ટરીમાં કામ કરતા હતા.

નિરહુઆ ગાઝીપુરના પ્રખ્યાત બિરહા લોક સિંગરના પરિવારમાંથી આવે છે. "બિરહા સમ્રાટ" તરીકે જાણીતા પ્રખ્યાત બિરહા સિંગર વિજય લાલ યાદવ અને ભોજપુરી સિનેમામાં ગીતો લખનારા લેખક અને ગીતકાર પ્યારે લાલ યાદવ (કવિજી) તેમના પિતરાઈ ભાઈઓ છે.

તેમણે વર્ષ 2000માં મનશા યાદવ સાથે લગ્ન કર્યા. આ દંપતિને બે પુત્રો છે આદિત્ય યાદવ, અમિત યાદવ અને એક પુત્રી અદિતિ યાદવ છે.મનશા યાદવ સોશિયલ મીડિયાથી દુર રહે છે.

નિરહુઆનો એક ભાઈ પ્રવેશ લાલ યાદવ પણ છે, જે ભોજપુરી સિનેમામાં કામ કરે છે.

દિનેશ લાલ યાદવ ફિલ્મ ઉદ્યોગમાં અવારનવાર આમ્રપાલી દુબે સાથેના સંબંધોને કારણે સમાચારમાં રહે છે.

લોકો દિનેશની આમ્રપાલી દુબે સાથેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરે છે, અને ઘણીવાર અફવાઓ ફેલાઈ છે કે બંને રિલેશનશિપમાં છે.

ફિલ્મો ઉપરાંત, તેઓ ઘણીવાર પાર્ટીઓ અને ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે.

નિરહુઆએ ભોજપુરી ઉદ્યોગમાં બિરહા ગીત ગાઈને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ત્યારથી તેમણે અનેક આલ્બમ બહાર પાડ્યા છે અને ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
