Boman Irani Birthday : ક્યારેક મુંબઈની તાજ હોટલમાં વેઈટર તરીકે કર્યું હતું કામ, આજે છે કરોડોના માલિક
TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Updated on: Dec 02, 2022 | 8:34 AM
Boman Irani Birthday Special : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા બોમન ઈરાની આજે એટલે કે 2 ડિસેમ્બરે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાની બોલિવૂડ સુધીની સફર ઘણી મુશ્કેલ હતી.
Boman Irani Birthday : પીઢ અભિનેતા બોમન ઈરાની આજે એટલે કે 2 ડિસેમ્બરે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોમન તેના જોરદાર અભિનય માટે જાણીતા છે.
1 / 7
પીઢ અભિનેતાએ તેની કારકિર્દીમાં 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. બોમન પોતાના કામથી પાત્રમાં પ્રાણ પૂરે છે. હાલમાં જ તેની ફિલ્મ 'ઊંચાઈ' રીલિઝ થઈ છે.
2 / 7
'ઊંચાઈ'માં તેનું પાત્ર ઘણું પસંદ આવ્યું. આજે બોમન પાસે કરોડોની સંપત્તિ છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તે પૈસા કમાવવા માટે એક સાથે અનેક કામો કરતો હતો.
3 / 7
બોમન ઈરાનીના પિતાનું તેમના જન્મ પહેલા અવસાન થયું હતું. અભિનેતાનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. તેની માતાનું પણ 2021માં નિધન થયું હતું.
4 / 7
બોમને એક સમયે વેઈટર તરીકે પણ કામ કર્યું હતું. પીઢ અભિનેતાએ લગભગ બે વર્ષ સુધી મુંબઈની તાજ હોટલમાં વેઈટર તરીકે કામ કર્યું હતું. તે દિવસોમાં અભિનેતાની માતા નાની બેકરી ચલાવતી હતી.
5 / 7
બોમન ઈરાનીએ તેની માતાને કામમાં મદદ કરવા વેઈટરની નોકરી પણ છોડી દીધી હતી. પ્રખ્યાત કોરિયોગ્રાફર શિયામક દાવરે બોમનને બોલિવૂડ જગતનો રસ્તો બતાવ્યો.
6 / 7
જે પછી તે થિયેટરમાં જોડાયા. થિયેટરના દિવસોમાં તેમની પ્રતિભા ધીમે-ધીમે બધાની નજરમાં આવવા લાગી. જે બાદ અભિનેતાએ 2001માં બે અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.