Waheeda Rehmanની કેવી રહી બોલિવૂડ સફર, અભિનેત્રીએ આ કારણે ક્યારેય ફિલ્મોમાં નથી પહેરી બિકીની
3 ફેબ્રુઆરી 1938ના રોજ જન્મેલા વહીદા રહેમાન (Waheeda Rehman)ને બોલિવુડમાં તેમના અતુલ્ય યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સિવાય ભારત સરકારે 1972માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કર્યા હતા. આ પછી 2011માં વહીદા રહેમાનને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવી હતી. હવે તેને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આપી છે. તેમણે કહ્યું છે કે વહીદા રહેમાનને આ વર્ષે 'દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ' એનાયત કરવામાં આવશે. તેણે બ્લેક એન્ડ વ્હાઈટથી લઈને કલર સુધીની ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે.

તમિલનાડુના ચેંગલપટ્ટુમાં 3 ફેબ્રુઆરી 1938ના રોજ જન્મેલી વહીદા રહેમાન આજે ખુબ ચર્ચામાં છે. 60 અને 70ના દાયકામાં તેણે પોતાની શાનદાર અભિનય, નૃત્ય-અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કર્યું છે.વહીદા રહેમાને 50ના દાયકામાં તેલુગુ ફિલ્મોથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તે મોટાભાગે આઈટમ નંબર કરતી હતી.

પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોનો ઉલ્લેખ કરતાં વહીદાએ કહ્યું, “મારી કારકિર્દીની શરૂઆતમાં મેં ગુરુ દત્તજી સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો. પરંતુ મેં એક શરત રાખી હતી કે હું મારી ઈચ્છા મુજબ જ કપડાં પહેરીશ. જો મને ડ્રેસ ગમશે નહિ, તો મને તે પહેરવાની ફરજ પાડવામાં આવશે નહીં."

અભિનેત્રીએ કહ્યું ફિલ્મોમાં મેં ક્યારેય બિકીની નથી પહેરી, મારી લાઈફમાં મેં ક્યારેય સ્લીવલેસ બ્લાઉઝ નથી પહેર્યું. બિકીની તો બહુ દૂરની વાત છે.

તમને જણાવી દઈએ કે વહીદા રહેમાન કાગઝ કે ફૂલ. પ્યાસા જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. આજે પણ લોકો તેમની ફિલ્મો જોવાનું પસંદ કરે છે.