Toronto International Film Festivalમાં ગોર્જીયસ લુકમાં પહોંચી Urvashi Rautela, જુઓ Photos
Urvashi Rautela Photos: ઉર્વશી રૌતેલાની (Urvashi Rautela) ફિલ્મ “દિલ હૈ ગ્રે” આજે એટલે કે 12 સપ્ટેમ્બરે ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં (Toronto International Film Festival 2023) પ્રીમિયર થયું હતું. આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે એક્ટ્રેસ ખૂબ જ ગોર્જીયસ લુકમાં પહોંચી હતી. ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લુકની તસવીરો શેર કરી છે.

ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લુકની તસવીરો શેર કરી છે. (PC: Urvashi Rautela Instagram)

આ તસવીરો દ્વારા ઉર્વશીએ ફરી એકવાર તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. તસવીરોમાં તે બ્લેક ઓફ શોલ્ડર બોડીકોન ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. (PC: Urvashi Rautela Instagram)

એક્ટ્રેસે બોલ્ડ મેકઅપ અને વાળમાં બાર્બી સ્ટાઈલ બન સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. તસવીરોમાં ઉર્વશી કેમેરા માટે ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે. (PC: Urvashi Rautela Instagram)

આ સુંદર તસવીરો શેર કરતી વખતે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું- 'મારી અપકમિંગ ફિલ્મ #DilHaiGrayના પ્રીમિયર માટે ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં...આભાર...ખૂબ સન્માનિત...' (PC: Urvashi Rautela Instagram)

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ઉર્વશી રૌતેલા પણ બિગ બોસ OTT 2 ના વિજેતા એલ્વિશ યાદવ સાથે તેના નવા ગીત માટે ચર્ચામાં છે. (PC: Urvashi Rautela Instagram)