Janhvi Kapoor Photos: જાહ્નવી કપૂરે હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં શેયર કરી ગ્લેમરસ તસવીરો, ફેન્સે કહ્યું – ટૂ ગુડ
Janhvi Kapoor Latest Photos: એક્ટ્રેસ જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) બ્લેક હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં તેના કેટલાક લેટેસ્ટ ફોટોઝ શેયર કર્યા છે, જેમાં ફેન્સ તેના લુકના વખાણ કરતા જોવા મળે છે.


બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સતત ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા સેન્સેશન છે. એક્ટ્રેસ પોતાના લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. અલગ-અલગ આઉટફિટ્સમાં જાહ્નવીની સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે. હાલમાં જ જાહ્નવીએ બ્લેક આઉટફિટમાં તેના કેટલાક ફોટો શેયર કર્યા છે. (Credit - Instagram)

શેયર કરેલી તસવીરોમાં એક્ટ્રેસનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. જાહ્નવીએ સાઈડ કટ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે, આ તસવીરો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ન્યૂડ મેકઅપ કર્યો છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે ફિલ્મફેરમાં તમને જોવા માટે રાહ જોઈ શકતી નથી. (Credit - Instagram)

જાહ્નવી કપૂર ટૂંક સમયમાં ફિલ્મફેરમાં જાદુ ફેલાવતી જોવા મળશે. એક ફેને જાહ્નવીના ફોટો પર કોમેન્ટ કરતાં કહ્યું- સો ક્યૂટ. અન્ય એક વ્યક્તિએ લખ્યું- ટૂ ગુડ. આ સિવાય ફેન્સ જાહ્નવીની તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. (Credit - Instagram)

એક્ટ્રેસ જાહ્નવી કપૂર બ્લેક કટ આઉટ ગાઉનમાં જોવા મળી હતી. ક્રિસ્ટલ નેક ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. (Credit - Instagram)

વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર હાલમાં ઘણી ફિલ્મોનો ભાગ છે. હાલમાં જ તેણે જુનિયર એનટીઆરની ફિલ્મ સાઈન કરી છે અને તે સાઉથ સુપરસ્ટારની એનટીઆર30 ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. આ સિવાય તે મિસ્ટર એન્ડ મિસિસ માહી અને બવાલ ફિલ્મનો ભાગ છે. (Credit - Instagram)

































































