બિગ બોસ 17 : સલમાન ખાને મુનાવર અને વિકી વિશે બધાની સામે કર્યો આ મોટો ખુલાસો
'બિગ બોસ સીઝન 17'ના 'વીકેન્ડ કા વાર'માં, સલમાન ખાન ફરી એકવાર કન્ટેસ્ટેન્ટ પર જોરદાર ગુસ્સો કરશે. પરંતુ આ વખતે વિકી જૈનની સાથે મુનાવર ફારૂકી પણ 'બિગ બોસ'ના હોસ્ટના નિશાના પર હશે. વાસ્તવમાં, ગયા અઠવાડિયે બિગ બોસના ઘરના આ બંને ખેલાડીઓ એકબીજા સાથે વધુ સમય વિતાવતા જોવા મળ્યા હતા.

'બિગ બોસ 17'ના લેટેસ્ટ એપિસોડમાં સલમાન ખાન મુનાવર ફારૂકી અને વિકી જૈનની ગેમ વિશે ખુલાસો કરતો જોવા મળ્યો છે. 'વીકેન્ડ કા વાર' પર સલમાન ખાન સામાન્ય રીતે મુનાવર ફારૂકીના વખાણ કરતા જોવા મળે છે. પરંતુ આ વખતે સલમાન વિકી જૈનની સાથે સાથે મુનાવર ફારૂકીને ટાર્ગેટ કરતો જોવા મળશે.

છેલ્લા એક અઠવાડિયાથી, મુનાવર અને વિકી બંને ઘરના સભ્યોની પીઠ પાછળ આવી સ્ટ્રેટજી બનાવી રહ્યા છે, જેના કારણે બિગ બોસનું આખું ઘર અને ઘરના તમામ કન્ટેસ્ટેન્ટ તેમની આસપાસ ફરતા જોવા મળે છે.

સલમાન ખાન ઘરના સભ્યોને કહેશે, “તમે બધા વિકી જૈન અને મુનાવર ફારૂકીના કઠપૂતળી બની ગયા છો. અહીં આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. તેણે વિચાર્યું કે, આપણે બંને સાથે મળીને સ્ટ્રેટજી બનાવીશું. સિરિયસલી મુનાવર, તમને આ બધું ઈન્ટરેસ્ટિંગ લાગે છે. વિકી.. ભાઈ, તમે આ બધા લોકો સાથે રહેવાની મોટી રમત રમી રહ્યા છો, જેથી તમારું નોમિનેશન ન થાય."

જ્યારે સલમાન ખાન વાત કરી રહ્યો હોય ત્યારે વિકી બોલવાની કોશિશ કરશે, ત્યારે ફરી એકવાર સલમાન વિકી પર ગુસ્સે થશે અને સલમાન ખાન તેને કહેશે કે પહેલા સલમાનની આખી વાત સાંભળી લે.

વિકી જૈન અને મુનાવરના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે બંનેએ પોતાને ' બિગ બોસ'ના ઘરના માસ્ટરમાઈન્ડ માનવા લાગ્યા છે. આ જ કારણ છે કે ઘણી વખત તે કન્ટેસ્ટેન્ટને સલાહ આપતો જોવા મળે છે. મુનાવરને પ્રેમથી, તો વિકી જૈનને ગુસ્સાથી, પરંતુ બિગ બોસના આ બંને કન્ટેસ્ટેન્ટ ઘરના સભ્યોને તેમની આંગળીઓ પર નાચવા માટે બેસ્ટ કોશિશ કરે છે. બિગ બોસના પહેલા મહિનામાં બંને અલગ-અલગ પોતાની ગેમ રમતા હતા, પરંતુ તાજેતરમાં જ મુનાવર અને વિકીએ હાથ મિલાવ્યા છે અને તેથી જ હવે તેમની ગેમ અન્ય માટે મુશ્કેલ બની રહી છે.
