Indian Sports Honours : એવોર્ડ ફંક્શનમાં અનુષ્કા અને વિરાટની જોડીનો દબદબો, કેમેરા સામે આપ્યા શાનદાર પોઝ
Indian Sports Honours 2023 : ફોટામાં તમે જોઈ શકો છો કે અનુષ્કા શર્માએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે બ્લેક હીલ્સ પહેરી છે. આ સાથે પગમાં પહેરવામાં આવેલ હીરાની એંકલેટ પણ ફ્લોન્ટ કરવામાં આવી છે. બંનેએ દિવાલને સ્પર્શ કરીને પોઝ આપ્યો છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી ઈન્ડસ્ટ્રીની સૌથી હિટ જોડીમાંથી એક છે. બંનેએ તાજેતરમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ 2023માં ભાગ લીધો હતો. તસવીરોમાં બંને એકસાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. મુંબઈમાં થઈ રહેલી આ ઈવેન્ટમાં અનુષ્કા અને વિરાટ પોઝ આપતા જોવા મળે છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ)

અનુષ્કા અને વિરાટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેડ કાર્પેટ પર બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તસવીરોમાં અનુષ્કા પર્પલ ઓફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી હતી તેમજ વિરાટ કોહલી પણ બ્લેક સૂટ પહેરેલો જોવા મળ્યો હતો. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ)

આ પહેલીવાર નથી જ્યારે કપલ એકસાથે જાહેરમાં દેખાયું હોય. યુઝર્સ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તેમની જોડી બેસ્ટ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, અનુષ્કા શાનદાર લાગી રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ)

ફોટામાં તમે જોઈ શકો છો કે અનુષ્કા શર્માએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે બ્લેક હીલ્સ પહેરી છે. આ સાથે પગમાં પહેરવામાં આવેલ હીરાની એંકલેટ પણ ફ્લોન્ટ કરવામાં આવી છે. બંનેએ દીવાલને સ્પર્શ કરીને પોઝ આપ્યા છે, જેના પર ફેન્સ ફરી એકવાર દિવાના થઈ ગયા છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ)

વર્ક ફ્રન્ટ પર અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ ચકડા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ પ્રખ્યાત ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે. તેમજ વિરાટ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ બાદ રિલેક્સ મોડમાં પહોંચી ગયો છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ)