રણબીર કપૂરે એનિમલ ફિલ્મમાં એક હથોડો ઉપાડવા માટે લીધા કરોડો રુપિયા, બોક્સ ઓફિસ પર ચાલ્યો એનિમલનો જાદુ
રણબીર કપૂર તેની નવી ફિલ્મ 'એનિમલ' માટે ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, ચાહકો તરફથી સારો પ્રેમ પણ મળી રહ્યો છે.રણબીર કપૂરે આ ફિલ્મ માટે મેકર્સ પાસેથી મોટી રકમ લીધી છે. તો ચાલો જાણીએ આ ફિલ્મ માટે અન્ય સ્ટાર્સે પણ કેટલી ફી લીધી છે.આ ફિલ્મે વીકએન્ડમાં ભારતમાં જોરદાર કલેક્શન કર્યું છે અને માત્ર 3 દિવસમાં 200 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શી લીધો છે. ફિલ્મ માટે આ બહુ મોટી વાત છે.

બોબી દેઓલ આ ફિલ્મથી ફરી એક વખત લાઈમલાઈટમાં આવ્યા છે. તેના સીન પર ચાહકો તાળીઓ પાડી રહ્યા છે. પરંતુ ફી મામલે તે રણબીર થી ખુબ પાછળ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ માટે 4-5 કરોડ રુપિયા લીધા છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'એનિમલ' 1લી ડિસેમ્બરે રિલીઝ થઈ છે. તે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ અંદાજે 3 કલાક 21 મિનિટ છે. જો આપણે એનિમલના વર્લ્ડવાઈડ કલેક્શન પર નજર કરીએ તો રિપોર્ટ અનુસાર ફિલ્મે બે દિવસમાં લગભગ 236 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આ ફિલ્મ માટે 2 કરોડ રુપિયા લીધા છે. રશ્મિકા આ ફિલ્મમાં રણબીર કપુરની પત્નીના રોલમાં જોવા મળી રહી છે.

અનિલ કપુર એનિમલમાં રણબીર કપુરના પિતા અને બિઝનેસમેન બલવીર સિંહના પાત્રમાં જોવા મળી રહ્યા છે. અનિલ કપુરે આ ફિલ્મ માટે 2 કરોડ રુપિયા લીધા છે.