ગોવિંદાની ભાણેજ આરતી સિંહનું પ્રી વેડિંગ ફંક્શન શરુ, મામાની ફંક્શનમાં ગેરહાજરી, જુઓ ફોટો
ગોવિંદાની ભાણેજ આરતી સિંહના 25 એપ્રિલના રોજ લગ્ન છે. લગ્નના પ્રી વેડિંગ ફંક્શન શરુ થઈ ચુક્યા છે.આરતી સિંહ મુંબઈના બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કરશે. આ ફંક્શનમાં આરતીની કઝિન રાગીની ખન્ના પણ જોવા મળી હતી.

બિગ બોસ 13ની સ્પર્ધક રહી ચુકેલી ટીવી અભિનેત્રી આરતી સિંહ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. 39 વર્ષની ઉંમરે આરતી સિંહને પોતાનો જીવનસાથી મળી ચુક્યો છે. જેની સાથે તે 25 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાશે.

આરતી સિંહના લગ્ન પહેલાનું ફંક્શન શરુ થઈ ચૂક્યા છે. 22 એપ્રિલના રોજ આરતી સિંહની હલ્દી સેરેમની હતી જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ટીવીના કેટલાક સ્ટાર પણ જોવા મળી રહ્યા છે. આરતીનો ભાઈ કૃષ્ણા અને તેની પત્ની કશ્મીરા શાહ પણ આ ફંક્શનમાં ધમાલ મચાવતા જોવા મળ્યા છે.

ભાણેજ આરતી સિંહના આ ફંક્શનમાં મામા ગોવિંદા જોવા મળ્યા ન હતા.તમને જણાવી દઈએ કે આરતી સિંહ ટૂંક સમયમાં મુંબઈના બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે 25 એપ્રિલ 2024ના રોજ લગ્ન કરવા જઈ રહી છે.

આ લગ્નની જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. એવા પણ સમાચાર છે કે, લગ્ન બાદ આ કપલ એક ગ્રાન્ડ રિસેપ્શન પણ આપી શકે છે. રિપોર્ટ મુજબ આ કપલ લગ્ન ખુબ સિમ્પલ રીતે કરશે. લગ્નમાં બંન્નેના નજીકના મિત્રો તેમજ પરિવારના લોકો સામેલ થશે. હવે જોવાનું રહેશે કે, ભાણેજના લગ્નના દિવસે મામા જોવા મળે.

તમને જણાવી દઈએ કે, આરતી સિંહ ફેમસ કોમેડિયન અને અભિનેતા કૃષ્ણા અભિષેકની બહેન છે. જ્યારે બોલિવુડ અભિનેતા ગોવિંદાની ભાણેજ છે. આરતી ટીવી સીરિયલ 'પરિચય' માં તેમજ બિગ બોસથી ખુબ ફેમસ થઈ છે.

































































