શાહરુખના મન્નતથી લઈને અમિતાભના જલસા સુધી, આ છે બોલીવુડ સ્ટાર્સના 5 સૌથી મોંઘા અને આલીશાન બંગલો

કેટલાક બોલિવુડ સ્ટાર્સના બંગલા ઘણાં શાનદાર છે. તેને જોવા લોકો દૂર-દૂરથી આવે છે, પરંતુ તમે જાણો છો કે બોલિવુડના 5 સૌથી મોંઘા બંગલો કોનો છે અને ક્યા સ્ટારનો છે. તો તમને જણાવી દઈએ કે આમાંથી એક બંગલોની કિંમત તો 250 કરોડ છે.

| Updated on: Apr 02, 2024 | 8:10 PM
શાહરુખ ખાનનો મન્નત - આ લિસ્ટમાં સૌથી પહેલું નામ શાહરુખ ખાનના 'મન્નત'નું આવે છે. તેનો બંગલો મુંબઈના ફેમસ વિસ્તાર બેન્ડસ્ટેન્ડમાં બનેલો છે. આ બંગલામાંથી તે તેના ફેન્સને પણ મળે છે. આ બંગલાની કિંમત 200 કરોડ રુપિયાની આસપાસ છે. શું તમે જાણો છો કે શાહરુખ ખાનના બંગલાને પહેલા વિલા વિયના કહેવામાં આવતો હતો. વર્ષ 2001માં શાહરુખે તેને ખરીદ્યો અને વર્ષ 2005માં આ બંગલાનું નામ મન્નત રાખવામાં આવ્યું. આમાં તે તેના પરિવાર સાથે રહે છે.

1 / 5
અમિતાભ બચ્ચનનો જલસા - અમિતાભ બચ્ચનનો મુંબઈના જૂહુમાં બનેલો બંગલો કોઈ મહેલથી ઓછો નથી, જેનું નામ 'જલસા' છે. રિપોર્ટ મુજબ તેની કિંમત 112 કરોડ રુપિયા છે. ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચનનો આ બંગલો તેને પોતે ખરીદ્યો નથી. આ તેને ગિફ્ટના રુપમાં મળેલો છે. તેને 1982માં આવેલી ફિલ્મ 'સત્તા પે સત્તા'માં જોરદાર એક્ટિંગ કરવા બદલ ફિલ્મના ડાયરેક્ટર એનસી સિપ્પીએ આપ્યો હતો. આ બંગલામાં તે અભિષેક બચ્ચન, જયા બચ્ચન અને પૌત્ર-પૌત્રી સહિત આખા પરિવાર સાથે રહે છે.

2 / 5
રણબીર કપૂરનો વાસ્તુ - રણબીર કપૂરના બંગલાનું નામ 'વાસ્તુ' છે. આ મુંબઈના બાંદ્રામાં પાલી હિલ પર બનેલો છે. રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટની સાથે તેમાં રહે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધી પણ આ બંગલામાં થઈ હતી. લગ્નમાં બોલિવુડના કેટલાક સ્ટાર્સ અને રણબીર-આલિયાના નજીકના મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા હતા. આ બંગલોની કિંમત 35 કરોડ છે. રિપોર્ટ મુજબ હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 250 કરોડ રુપિયાનો એક અપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

3 / 5
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું ઘર - રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈમાં એક શાનદાર અપાર્ટમેન્ટમાં રહે છે. તે શાહરુખ ખાનનો પડોસી છે. વર્ષ 2022માં રણવીર અને તેના પિતાની કંપનીએ મુંબઈના બાંદ્રામાં જ હાઉસિંગ સોસાયટીના 16 થી 19 સુધીના ફ્લોર ખરીદ્યા હતા. આ 118.94 કરોડમાં ખરીદ્યા હતા. આ સાથે રજિસ્ટ્રેશનમાં પણ 7.13 કરોડ રુપિયા થયા હતા. રણબીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના ઘરનો ફોટો પણ શેર કર્યો હતો.

4 / 5
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું ઘર - વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના બાળકો સાથે શાનદાર ચાર બેડરુમવાળા અપાર્ટમેન્ટમાં રહે છે, જે ઓમકાર 1973 નામના કોમ્પલેક્સના ટાવર સીમાં 35 માં માળ પર છે. વિરાટે 2016માં આ લક્ઝરી જગ્યા ખરીદી હતી. અનુષ્કા શર્મા અવારનવાર ઘરના ફોટો શેર કરતી રહે છે.

5 / 5
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">