Sabarkantha : વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા અને વેચી દીધી, ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ, જુઓ Video
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. વ્યાજખોરોને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ આંતક મચાવી રહ્યાં છે.વ્યાજખોરો નાણાં વસુલી માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર થઇ જાય છે. આવી જ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવી છે. વ્યાજખોરોએ તેમના નાણાંની વસુલાત માટે નાણાં વ્યાજે લેનારની દીકરીનું જ અપહરણ કરી લીધુ
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. વ્યાજખોરોને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ આંતક મચાવી રહ્યાં છે.વ્યાજખોરો નાણાં વસુલી માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર થઇ જાય છે. આવી જ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવી છે. વ્યાજખોરોએ તેમના નાણાંની વસુલાત માટે નાણાં વ્યાજે લેનારની દીકરીનું જ અપહરણ કરી લીધુ અને તેને વેચી દીધી.
સાબરકાંઠાના હિંમતનગરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા પરત ના કરતા વ્યાજખોરોએ બાળકીનું જ અપહરણ કરી દીધુ અને તેને વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે.માહિતીની વાત કરીએ તો હિંમતનગરના વ્યક્તિએ 60 હજાર રુપિયા વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધા હતા. જે પછી આરોપીઓએ વ્યાજ સાથેનો હિસાબ કરી 3 લાખ લેવાના દર્શાવ્યા હતા. ફરિયાદીએ આ નાણાં પરત ન કરતા તેઓ બાળકીને જ અપહરણ કરીને લઇ ગયા હતા.
સાબરકાંઠાના SPએ Tv9 સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે બાળકીના માતા-પિતાએ કોર્ટમાં તેમની બાળકી પરત મેળવવા માટે અરજી દાખલ કરી હતી. જે પછી કોર્ટે પોલીસને બોલાવીને સમગ્ર ઘટના બાબતે ગુનો દાખલ કરવા જણાવ્યુ હતુ. જેમાં ત્રણ આરોપી વિરુદ્ધ તસ્કરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વ્યાજ વટાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
આ ઘટના લગભગ એક મહિના પહેલાની હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં બાળકીના માતા-પિતા પોલીસ પાસે ન જઇ સીધા કોર્ટમાં ગયા હતા અને કોર્ટે પોલીસને આ અંગેનો કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો.