Junagadh :  દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી, એક આરોપીની ધરપકડ, જુઓ Video

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી, એક આરોપીની ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2024 | 10:08 AM

જૂનાગઢમાં વેરહાઉસમાંથી ચણાની ચોરી કરી હોવાની ઘટના બની છે. વેરહાઉસના સુપરવાઈઝરે જ ચણાની ચોરી કરી હતી. વેરહાઉસના 7 હજાર કિલો ચણા સગેવગે કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 135 જેટલા ચણાનાં કટ્ટા માલિકની જાણ બહાર વેચી નાખ્યા છે.

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના બનતી હોય છે. ત્યારે જૂનાગઢમાં વેરહાઉસમાંથી ચણાની ચોરી કરી હોવાની ઘટના બની છે. વેરહાઉસના સુપરવાઈઝરે જ ચણાની ચોરી કરી હતી. વેરહાઉસના 7 હજાર કિલો ચણા સગેવગે કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 135 જેટલા ચણાનાં કટ્ટા માલિકની જાણ બહાર વેચી નાખ્યા છે.

આરોપીએ રુપિયા 4 લાખના ચણા દોલતપરા માર્કેટયાર્ડમાં વેચ્યા હતા. ઓનલાઈન ગેમમાં નાણાં હારી જતાં કૌભાંડ આચર્યું હતુ. સુખપુરમાં આવેલા વેરહાઉસના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. આરોપી સુપરવાઈઝર પ્રશાંતને પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતમાં યુનિયન બેંકમાં થઈ હતી ચોરી

બીજી તરફ આ અગાઉ સુરતના કીમ ચાર રસ્તા નજીક આવેલી યુનિયન બેંકની શાખા તસ્કરોના નિશાને બનાવી હતી. બેંકમાં સેફ ડીપોઝીટ લોકરના બાજુના રૂમમાં બાકોરું પાડીને 6 લોકરમાં ચોરીને અંજામ આપ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસથી લઈ જિલ્લા SOG, LCBની ટીમ સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

g clip-path="url(#clip0_868_265)">