Mehsana : બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ, જુઓ Video
મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે નવીન ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં 767 જેટલા બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે ત્યારે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે નવીન ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં 767 જેટલા બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે ત્યારે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લા આરોગ્ય, બાળ વિકાસ અને શિક્ષણ વિભાગના સહિયારા સહયોગથી કુપોષણથી પીડિત બાળકોના સ્વાસ્થ્યની સમયાંતરે ચકાસણી કરવામાં આવી રહી છે.
આ સાથે શિક્ષણ વિભાગ દ્વારા કુપોષણથી પીડિત બાળકોના પરિજનોને પણ બાળકના પોષણક્ષમ આહાર બાબતે તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે. જેથી કરી આપી બાળકોને કુપોષણમાંથી મુક્તિ અપાવી સંપૂર્ણ સ્વસ્થ બનાવી શકાય છે.
ચન્દ્રાલા ગામમાં કમળાનો કહેર !
બીજી તરફ ગાંધીનગરના ચન્દ્રાલા ગામે દૂષિત પાણીથી રોગચાળો વકર્યો છે.ચન્દ્રાલા ગામમાં એક સાથે 25 થી 30 જેટલા દર્દીઓને કમળો થયો છે. એક જ ગામમાં એક સાથે 30 જેટલા કમળાના કેસ આવતા આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. જેમાંથી 6 દર્દીઓ ચન્દ્રાલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.