ભરશિયાળે રાજ્યમાં માવઠુ થવાની અંબાલાલે કરી આગાહી, સ્વેટરની સાથે રેઈનકોટ પણ રાખજો તૈયાર- Video
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 25,26 અને 27 ડિસેમ્બરે માવઠુ થવાની ભીતિ સેવાઈ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં માવઠાની ભીતિ સેવાઈ રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. ભરશિયાળે રાજ્યમાં 25, 26 અને 27 ડિસેમ્બરે માવઠુ થવાની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 27 ડિસેમ્બરથી ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું અનુમાન સેવવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તાપમાન વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીમાં આંશિક ઘટાડો થશે. કચ્છમાં ઠંડી ઘટીને 185 ડિગ્રી થઈ શકે છે.
અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ભારતમીં પર્વતીય વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપના કારણે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદની ભીતિ સેવાઈ છે તો કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.