રણબીર કપૂર

રણબીર કપૂર

દુનિયાને અલવિદા કહેનાર દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર અને નીતુ સિંહના પુત્ર રણબીર કપૂરે ખૂબ જ ઓછા સમયમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક મોટું નામ બનાવી લીધું છે. રણબીર કપૂરે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. સોનમ કપૂર સાથેની તેની ડેબ્યૂ બોક્સ ઓફિસ પર બહુ સફળ રહી ન હતી, પરંતુ તેની એક્ટિંગે ચોક્કસપણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

રણબીર કપૂરે તેના કરિયરમાં વેકઅપ સિડ, રોકેટ સિંહ, સેલ્સ મેન ઓફ ધ યર, અજબ પ્રેમ કી ગઝબ કહાની, રાજનીતી, રોકસ્ટાર, બરફી, એ દિલ હૈ મુશ્કિલ, સંજુ, બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 અને તુ ઝૂઠી મૈં મક્કાર જેવી ઘણી હિટ અને શાનદાર ફિલ્મો કરી છે. આમાંની ઘણી ફિલ્મોમાં રણબીર કપૂરની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

રણબીર તેની ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને કારણે પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. દીપિકા પાદુકોણથી લઈને કેટરિના કૈફ સુધી તેની લવ લાઈફની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ રણબીર કપૂરે એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા. લગ્નના થોડા જ મહિનામાં બંને માતા-પિતા બની ગયા અને તેમના ઘરમાં નાની પરી આવી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરીનું નામ રાહા રાખ્યું છે.

Read More

કપુર પરિવારના સભ્યોનો બોલિવુડમાં દબદબો, 5 પેઢીએ આપી હિટ ફિલ્મો, આવો છે કપૂર પરિવાર જુઓ ફોટો

બોલિવૂડમાં કપૂર પરિવારનો સૌથી મોટું છે, તેનો તમામ શ્રેય પૃથ્વીરાજ કપૂરને જાય છે. પૃથ્વી રાજ કપૂરે સૌપ્રથમ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તો આજે આપણે બોલિવુડના કપૂર પરિવાર વિશે વાત કરીશું.

Kapoor family : કપૂર પરિવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, PMએ જેહ-તૈમૂર માટે ગિફટ મોકલી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ આવવાની છે.આ ઈવેન્ટ પહેલા કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેહ-તૈમુર માટે ગિફટ પણ મોકલી છે.

પ્રધાનમંત્રીના ઘરે પહોંચવામાં કેટલો સમય લાગશે? PM મોદીને મળવા પહોંચેલી કરીનાએ કર્યો સવાલ, જુઓ Video

કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન, ભાઈ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને કરિશ્મા કપૂર સાથે પીએમ મોદીને મળવા દિલ્હી પહોંચી હતી. રાજ કપૂરની જન્મશતાબ્દીના ખાસ અવસર પર આખો કપૂર પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવા આવ્યો હતો.

કપૂર પરિવારમાં જોવા મળ્યો જશ્નનો માહોલ, કરીના-કરિશ્મા કપૂરે ઉતારી ભાઈ ભાભીની આરતી ઉતારી જુઓ ફોટો

આદર-જૈન અને અલેખા અડવાણીના Roka Ceremonyમાં જોવા મળ્યો કપૂર પરિવાર, કરીના કપૂર અને કરિશ્મા કપૂર બંન્ને બહેનોએ આદર જૈન અને અલેખા અડવાણીની આરતી ઉતારી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Dhoom 4માં રણબીર કપૂર ? એક્શન મોડમાં અભિનેતા, Videoએ ચાહકોનો વધાર્યો ઉત્સાહ

ધૂમ 4: યશ રાજ ફિલ્મ્સે તેમની મોટી ફિલ્મ માટે વિસ્તૃત યોજનાઓ બનાવી છે. 'ધૂમ 4'માં રણબીર કપૂરની એન્ટ્રીના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાઈ ઓક્ટેન એક્શન કરતો જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ 'ધૂમ 4'ની વાયરલ ક્લિપ છે. જાણો શું છે વીડિયોનું સત્ય?

Maharashtra Elections 2024 : અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી, જાણો તમારા મનપસંદ સેલિબ્રિટીઓ મુંબઈમાં ક્યાં કરશે મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે એટલે કે 20મી નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે. તમારા મનપસંદ કલાકારો પણ આ ખાસ અવસર પર મતદાન કરવા મતદાન મથક પર પહોંચી રહ્યા છે. તો ચાલો જાણીએ કે મુંબઈના કયા કયા પ્રખ્યાત મતદાન મથક છે, જ્યાં તમારા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ મતદાન કરતા જોવા મળી શકે છે.

Ranbir Kapoorની રામાયણ પર આવી મોટી અપડેટ, ટીવીનો આ એક્ટર બન્યો લક્ષ્મણ, જાણો આખી કાસ્ટ ,જુઓ-photo

ત્યારે હવે ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલી આ અપડેટ ઈન્દિરા કૃષ્ણન દ્વારા આપવામાં આવી છે

આ દિવસે માતા બનશે દીપિકા પાદુકોણ, રણબીર કપૂર સાથે છે ખાસ કનેક્શન, જાણો ડેટ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં બોલિવૂડની પેરેન્ટ્સ ક્લબમાં સામેલ થવા જઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં આ દંપતી તેમના પ્રથમ બાળકનું આ દુનિયામાં સ્વાગત કરશે. આ દરમિયાન દીપિકા પાદુકોણની ડિલિવરી ડેટ પણ સામે આવી છે.

બોલિવુડની આ ફિલ્મો સિનેમાઘરોમાં ફરી થઈ રહી છે રિલિઝ, જાણો ક્યારે જોઈ શકશો

રણબીર કપૂરની 'રોકસ્ટાર'થી લઈને આમિર ખાનની 'દંગલ' સુધી બોલિવૂડની 8 હિટ ફિલ્મો ફરી એકવાર બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. જો તમે પણ આ શાનદાર ફિલ્મો પહેલીવાર જોવાનું ચૂકી ગયા હો, તો હવે તમે તેને ફરી એકવાર મોટા પડદા પર જોઈ શકો છો.

Video: રણબીર કપૂરે PM સાથેની મુલાકાતને કરી યાદ, જુઓ વડાપ્રધાન મોદી વિશે શું કહ્યું

લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા બોલિવૂડ એક્ટર રણબીર કપૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક અન્ય કલાકારો પણ હતા. તાજેતરમાં, નિખિલ કામથના પોડકાસ્ટમાં, રણબીરે પીએમ મોદી સાથેની તેમની મુલાકાતની ઘટના સંભળાવી અને તેમના વ્યક્તિત્વના વખાણ કર્યા હતા.

બ્રેકઅપ પછી આ ફિલ્મો ન જુઓ, નહીં તો તમને Boy Friend કે GirlFriendની આવશે યાદ

Romantic Sad Bollywood Movies on OTT : OTT પર કેટલીક બોલિવૂડ મૂવીઝ ઉપલબ્ધ છે, જેને જોઈને તમે તમારા પાર્ટનરને મિસ કરશો. આ ફિલ્મો રોમાન્સ અને ઈમોશનનુંને સુંદર મિક્ચર છે.

રણબીર કપૂરના રામ બનવા પર ‘લક્ષ્મણ’એ ઉઠાવ્યા સવાલ, ફરીથી કહી આટલી મોટી વાત!

રણબીર કપૂર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં ભગવાન રામના રોલમાં જોવા મળશે. સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. સુનીલ લહેરીએ ફિલ્મના કાસ્ટિંગ પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેણે તો એમ પણ કહ્યું કે 'એનિમલ' જેવી ફિલ્મ કર્યા પછી શું દર્શકો તેને રામના રોલમાં સ્વીકારશે? તેણે સાઈ પલ્લવીના સીતાના લુક વિશે પણ વાત કરી છે.

સોનાક્ષી-ઝહીરના લગ્નમાં આ સ્ટાર્સને નહીં મળી શકે એન્ટ્રી, જાણો કેમ

સોનાક્ષી સિન્હા તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીના લગ્નમાં ઘણા સેલેબ્સ હાજરી આપી શકે છે પરંતુ આ લગ્નમાં ઘણા સ્ટાર્સની એન્ટ્રી પર નહીં મળી શકે જાણો કેમ?

રણબીર કપૂરની ‘રામાયણ’ બનવાથી ટીવીની સીતા ખુશ નથી, કહ્યું: છેડછાડ થાય તે યોગ્ય નથી

રણબીર કપૂર તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. ગયા વર્ષે તેની 'એનિમલ' આવી અને આ ફિલ્મે 915 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. હાલમાં તે નિતેશ તિવારીની 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણબીર કપૂર રામનો રોલ કરી રહ્યો છે. જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનો રોલ કરી રહી છે. આ દરમિયાન રામાનંદ સાગરની 'રામાયણ' ફેમ દીપિકા ચિખલિયાએ આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

Kids Name In Sanskrit : બોલિવૂડ સ્ટાર્સે બાળકોને આપ્યા સંસ્કૃતમાં અનોખા નામ, જુઓ કોણ છે આ યાદીમાં સામેલ

Bollywood Celebs Kids Name In Sanskrit : બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાના બાળકોના નામ સંસ્કૃત શબ્દોથી રાખ્યા છે. આ લિસ્ટમાં હવે યામ ગૌતમના નામનો પણ સમાવેશ થઈ ગયો છે.

g clip-path="url(#clip0_868_265)">