Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ, દંપતીની ધરપકડ, જુઓ Video
અમદાવાદ એરપોર્ટ ઉપર કરોડો રુપિયાની ઘડિયાળની હેરાફેરી પકડાઈ છે. અંદાજે 14 કરોડ રુપિયાની ઘડિયાળ સાથે દંપતી ઝડપાયુ છે. 2 ઘડિયાળમાંથી એક ઘડિયાળની કિંમત 12.50 કરોડ રુપિયાની હોવાનું સામે આવ્યુ છે.
માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે હોટ ફેવરિટ એવા અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી ઝડપાતી હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર કરોડો રુપિયાની ઘડિયાળની હેરાફેરી પકડાઈ છે. અંદાજે 14 કરોડ રુપિયાની ઘડિયાળ સાથે દંપતી ઝડપાયુ છે. 2 ઘડિયાળમાંથી એક ઘડિયાળની કિંમત 12.50 કરોડ રુપિયાની હોવાનું સામે આવ્યુ છે. બીજી એક ઘડિયાળની કિંમત 1.30 કરોડ રુપિયા છે.
પોલીસે દંપતિને પકડતા અજાણી વ્યક્તિ ભાગ્યો
રિચર્ડ મિલે કેલિબર આરએ 057 અને ઓડેમર્સ પિગેટ વોચની કિંમત કરોડોમાં છે. 5.52 કરોડની કસ્ટમ ડ્યુટી બચાવવા જતા જેલભેગા થવાનો વારો આવ્યો છે.દાણચોરી કરનાર દંપતિનો અબુધાબીમાં પરફ્યુમનો બિઝનેસ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના રહેવાસીના ત્યાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ઘડિયાળ હાથમાં પહેરી બોક્સ બેગેજમાં મુક્યું હતુ. એરપોર્ટ બહાર એક વ્યક્તિ ઘડિયાળ લેવા માટે ઉભો હતો. પોલીસે દંપતિને પકડતા અજાણી વ્યક્તિ ભાગ્યો હતો.