AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી બ્લાસ્ટ બાદ સાવધાની વધી ! સેકન્ડ હેન્ડ કાર ખરીદતા કે વેચતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખજો, નહીં તો….

દિલ્હી વિસ્ફોટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, બ્લાસ્ટ માટે જે કારનો ઉપયોગ થયો, તે સેકન્ડ હેન્ડ હતી. આ પછી સેકન્ડ હેન્ડ કાર ખરીદનારા લોકોમાં સાવચેતી વધી ગઈ છે. એવામાં ચાલો જાણીએ કે, સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ...

| Updated on: Nov 12, 2025 | 6:45 PM
Share
લોકો ઘણીવાર સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે કે વેચતી વખતે કાનૂની ઔપચારિકતાઓ (Legal Formality) ને અવગણે છે, જેના કારણે પાછળથી મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટે ફરી એકવાર એ હકીકત પર ભાર મૂક્યો છે કે, Ownership Transfer વિના કાર વેચવી જોખમી છે.

1 / 10
ઘણીવાર લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે કે વેચતી વખતે કાનૂની ઝંઝટથી બચવા માટે અધૂરા દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. જો કે, આ બેદરકારી પાછળથી આપણને અનેક સમસ્યાઓ તરફ દોરી જાય છે. દિલ્હીના લાલ કિલ્લા પાસે તાજેતરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ આ મુદ્દા અંગે જાહેર સતર્કતા વધી છે.

2 / 10
દિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસમાં બહાર આવ્યું છે કે, વિસ્ફોટમાં વપરાયેલી કાર ઘણી વખત વેચાઈ ચૂકી હતી. તપાસ એજન્સીઓ હાલમાં કાર 'ખરીદ-વેચાણ'ની તપાસ કરી રહી છે, જેના કારણે ફરી એકવાર ઓનરશિપ ટ્રાન્સફર પર સવાલો ઊભા થયા છે.

3 / 10
ઘણા લોકો માને છે કે, કાર વેચ્યા પછી જવાબદારી પૂરી થઈ જાય છે પરંતુ અસલમાં આવું હોતું નથી. સરળ રીતે કહીએ તો, જ્યાં સુધી વાહનનું નામ નવા માલિકના નામે RTO રેકોર્ડમાં નોંધાય નહીં, ત્યાં સુધી અગાઉનો માલિક કાયદેસર રીતે જવાબદાર રહે છે.

4 / 10
જો કોઈ વાહન અકસ્માત કે ગુનામાં સંડોવાયેલું જોવા મળે છે, તો પોલીસ પહેલા જૂના માલિક સુધી પહોંચે છે. ઘણીવાર તો કોર્ટમાં હાજર થવાની કે વળતર ચૂકવવાની સ્થિતિ પણ આવી જાય છે. આટલું જ નહીં, ટ્રાફિક ચલણ અને પાર્કિંગ ફાઇન પણ જૂના માલિકના નામે જ આવી શકે છે.

5 / 10
સેકન્ડ હેન્ડ વાહન ખરીદતી વખતે ફક્ત વાહનની સ્થિતિ જ નહીં પરંતુ દસ્તાવેજો પણ તપાસવા જરૂરી છે. સેકન્ડ હેન્ડ વાહન ખરીદતા પહેલા વેચનારની ઓળખ ચકાસો. વધુમાં તેમના ID પ્રૂફ, સરનામાના પુરાવા અને PAN કાર્ડની નકલ મેળવો. આ બધા દસ્તાવેજ તમને ભવિષ્યમાં કોઈપણ કાનૂની સમસ્યામાં મદદ કરશે.

6 / 10
હવે આગળ, RC (Registration Certificate) તપાસો અને ખાતરી કરો કે, કોઈ ચલણ કે રોડ ટેક્સ બાકી નથી. ઘણી વખત જૂનો માલિક આ દંડ ચૂકવતો નથી અને બાદમાં સમસ્યા નવા માલિક પર આવે છે. જો વાહન લોન પર ખરીદવામાં આવેલ હોય, તો ફાઇનાન્સર એટલે કે, બેંક અથવા ફાઇનાન્સ કંપની પાસેથી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવું અગત્યનું છે. બીજું કે, જ્યાં સુધી RC માંથી ગીરો (Mortgage) દૂર ન થાય ત્યાં સુધી વાહન કાયદેસર રીતે બેંકના નામે રહેશે, તમારા નામે નહીં. આથી, ખરીદી કરતા પહેલા આ પ્રોસેસ પૂર્ણ કરો.

7 / 10
જો તમે તમારી કાર વેચી રહ્યા છો, તો તે વ્યક્તિ સાથે ડાયરેક્ટ ડીલ કરવાનો પ્રયાસ કરો, જે ગાડીનો ફાઇનલ ઓનર બનવાનો હોય. દલાલોના ચક્કરમાં વાહન ઘણા લોકો સુધી પહોંચે છે પરંતુ ટ્રાન્સફર થતું નથી, જેના કારણે પછી આખી જવાબદારી તમારી પર આવી શકે છે.

8 / 10
આ સિવાય બધા RTO ના દસ્તાવેજો ત્યારે જ સહી કરો, જ્યારે તેના તમામ કોલમ પૂરી રીતે ભરેલા હોય. ખાલી ફોર્મ પર સહી કરવી જોખમ બરાબર છે. ઇન્શ્યોરન્સ (NCB = No Claim Bonus સાથેનું) તરત રદ કરો અને નવા માલિકને નવી પોલિસી લેવા સલાહ આપો. ખરીદદારના ડ્રાઇવિંગ લાયસન્સ અને સરનામાની નકલ તમારા પાસે રાખો.

9 / 10
વાહન સોંપ્યા પછી એક ડિલિવરી નોટ તૈયાર કરો જેમાં વાહન ડિલિવર થયાની તારીખ અને તેને નવા નામે ટ્રાન્સફર કરવાનો સમય જણાવવામાં આવશે. આ દસ્તાવેજમાં બંને પક્ષોના હસ્તાક્ષર અને બે સાક્ષીના નામ તેમજ સરનામા હોવા જોઈએ. સેકન્ડ હેન્ડ કાર ખરીદવી કે વેચવી એ મુશ્કેલ કાર્ય નથી પરંતુ કાનૂની કાગળકામ પૂર્ણ કરવું મહત્વપૂર્ણ છે.

10 / 10

આ પણ વાંચો: Delhi Blast : ચોંકાવનારો ખુલાસો, વિસ્ફોટ કરવામાં વપરાયેલી i20 કાર 13 દિવસ પહેલા જ 2 લાખમાં ખરીદી હતી

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">