Car Checkup: કાર સર્વિસ દરમિયાન આટલા ચેકઅપ કરાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો નહીંતર ગાડી….
કાર સર્વિસ સેન્ટરમાં ઘણીવાર ગાડીને લગતા નાના-નાના કામ ફ્રીમાં કરી આપવામાં આવે છે. એવામાં નિષ્ણાતો કહે છે કે, કાર માલિકોએ સર્વિસ દરમિયાન અમુક જરૂરી ચેકઅપ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

જો તમે ઇચ્છો છો કે, તમારી ગાડી વર્ષો સુધી કોઈ પણ સમસ્યા વિના સારી રીતે ચાલે, તો ફક્ત ઓઇલ બદલવું અથવા બેઝિક સર્વિસિંગ કરવું પૂરતું નથી. સર્વિસ સેન્ટરમાં ઘણીવાર મફતમાં ઘણા નાના-નાના કામ કરી આપવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે, કાર માલિકોએ સર્વિસ દરમિયાન અમુક ખાસ ચેકઅપ પર જરૂરથી ધ્યાન આપવું જોઈએ.

સૌથી પહેલા તો, બ્રેક પેડ્સ અને ડિસ્કને પર જામેલી ધૂળ કે માટી સાફ કરવી જોઈએ. વધુમાં સસ્પેન્શન સિસ્ટમની તપાસ કરવી જોઈએ, જેથી લીક, લૂઝ પાર્ટ્સ અથવા ખરાબ શોકર જેવી કોઈપણ સમસ્યા સમયસર શોધી શકાય.

કારની અંડરબોડીમાં નટ્સ અને બોલ્ટ પણ સમય જતાં ઢીલા પડી શકે છે; આથી સર્વિસ દરમિયાન તે બંનેને ટાઇટ કરાવવા જરૂરી છે. એર ફિલ્ટર, કેબિન ફિલ્ટર અને ફ્યુઅલ ફિલ્ટરને મહિનામાં ઓછામાં ઓછું એકવાર તો સારી રીતે સાફ કરવું જોઈએ.

બમ્પર, મડ ફ્લેપ્સ અને ફેન્ડર લાઇનિંગ્સને પણ સર્વિસ દરમિયાન એડજસ્ટ કરાવવા જોઈએ, કારણ કે તે ઘણીવાર ઢીલા પડી જાય છે. રાત્રે ડ્રાઇવિંગ દરમિયાન ક્લિયર વિઝન માટે હેડલાઇટ અને ફોગ લાઇટ્સ એક ચોક્કસ એંગલ પર હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

બેટરી વોલ્ટેજ અને ટર્મિનલ ક્લીનીંગને પણ ન અવગણવી જોઈએ. દરવાજા, ડેકી અને હૂડ લોક તેમજ હિન્જ્સ (Hinges)ને લુબ્રિકેટ કરવાથી ગાડી લાંબા સમય સુધી ચાલે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
