Business Idea: માત્ર ₹15,000માં શરૂ કરો ધંધો અને કમાઓ દર મહિને ₹1.5 લાખ સુધી!
નાળિયેર અને લીંબુ પાણીનો વ્યવસાય નાના રોકાણમાં શરૂ કરી શકાય છે અને સારો એવો નફો મેળવી શકાય છે. આજની ભાગદોડભરી લાઈફમાં લોકો ફિટ અને તંદુરસ્ત રહેવા માંગે છે અને એવામાં જો તમે નાળિયેર અને લીંબુ પાણીનો વ્યવસાય શરૂ કરો છો તમે સારી આવક મેળવી શકો છો.

નાળિયેર પાણી અથવા લીંબુ પાણીનો સ્ટોલ એ નાના રોકાણ સાથે શરૂ કરી શકાય એવો એક નફાકારક બિઝનેસ છે. આ બિઝનેસથી તમે ઝડપથી આવક મેળવી શકો છો.

શાળાઓ-કોલેજો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, બજાર વિસ્તાર, જીમ કે પાર્કની આસપાસ આ વ્યવસાય વધુ સફળ રહે છે. ટૂંકમાં કહીએ તો, જ્યાં સતત લોકોની અવરજવર રહે તેવી જગ્યા પર આ બિઝનેસ શરૂ કરવો જોઈએ.

આ વ્યવસાય શરૂ કરતાં પહેલા કેટલાક મહત્વના દસ્તાવેજોની જરૂર પડે છે જેમ કે સ્થાનિક નગરપાલિકા તરફથી વેપાર લાઇસન્સ, જો પેકિંગ કે બોટલિંગ કરવામાં આવે તો FSSAI ફૂડ લાઇસન્સ, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ તેમજ પેમેન્ટ માટે બેંક એકાઉન્ટ અને QR કોડ પેમેન્ટ સુવિધા.

વ્યવસાય માટે જરૂરી સાધનોમાં સ્ટીલ કે પ્લાસ્ટિકનો સ્ટોલ કે ટ્રોલી, લેમન સ્ક્વીઝર, નાળિયેર કાપવાની છરી અને હથોડો, પાણી સ્ટોરેજ માટેનો ડ્રમ, કપ, સ્ટ્રો, ટીશ્યૂ, ડસ્ટબિનનો સમાવેશ થાય છે. શરૂઆતમાં લગભગ ₹10,000 થી ₹15,000 જેટલું રોકાણ કરવું પડે છે.

આવકની વાત કરીએ તો, લીંબુ પાણી ₹5 થી ₹10માં વેચી શકાય છે. જો રોજના 80 થી 150 ગ્લાસ લીંબુ પાણી વેચાય છે તો તમે રોજના ₹800 થી ₹1,500 અને મહિનાના ₹24,000 થી ₹45,000 કમાઈ શકો છો.

નાળિયેર પાણી માટે દરેક નાળિયેર ₹30 થી ₹40ના દરે ખરીદી શકાય છે અને ₹50 થી ₹60માં વેચી શકાય છે. જો રોજના 50 થી 100 નાળિયેર વેચાય તો દરરોજની આવક ₹2,500 થી ₹6,000 અને મહિનાની આવક ₹75,000 થી ₹1,50,000 જેટલી થઈ શકે છે. સરળ રીતે જોઈએ તો, બંનેમાં અંદાજિત નફો 30% થી 60% સુધીનો રહે છે.

માર્કેટિંગ માટે વર્ડ ટુ માઉથ પબ્લિસિટી, ડિસ્કાઉન્ટ ઓફર્સ, બ્રાન્ડિંગ, આકર્ષક બેનરો તથા સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયોની પોસ્ટિંગ કરીને ગ્રાહકોને તમારા બિઝનેસ તરફ ખેંચી શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

































































