Business Idea : ₹15,000નું સ્માર્ટ રોકાણ કરો અને કમાઓ મહિને ₹60,000
ઓછા પૈસામાં મસ્ત કમાણી કરવાનો વિચાર છે? તો પોપકોર્ન અને સ્વીટ કોર્નનો સ્ટોલ બિઝનેસ તમારા માટે પરફેક્ટ છે. આ બિઝનેસ એકદમ સરળ રીતે શરૂ કરી શકાય છે અને ભીડભાડવાળી જગ્યાએ કમાણી પણ તગડી થાય છે.

પોપકોર્ન અથવા સ્વીટ કોર્નનો સ્ટોલ બિઝનેસ આજના સમયમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. આ બિઝનેસ ઓછા રોકાણમાં શરૂ કરી શકાય તેવો છે.

તમે આ બિઝનેસ સ્કૂલ, કોલેજ, બજાર, બગીચા, મેળા, મેરેજ હોલ અથવા થિયેટર નજીક શરૂ કરી શકો છો.

પોપકોર્ન મેકિંગ મશીન અને કોર્ન બોઇલર જેવા સાધનો ₹15,000 થી ₹40,000 વચ્ચે આવી જાય છે. સર્વિંગ માટે પ્લાસ્ટિક કપ, નેપકિન્સ અને ટેબલ અથવા ટ્રોલીનો ખર્ચ પણ રોકાણમાં ઉમેરી શકાય છે. તદ્દઉપરાંત કાચામાલ જેમ કે પોપકોર્નના દાણા, સ્વીટ કોર્ન, મસાલા પાવડર વગેરેની નિયમિત જરૂર પડે છે.

આ બિઝનેસમાં સારો એવો નફો મળતો હોય છે. એક પેકેટનો ભાવ ₹20 થી ₹50 હોય છે અને દિવસમાં 50થી વધુ પેકેટ વેચી શકાય છે.

તમે સરેરાશ જોવો તો દર મહિને ₹25,000થી ₹60,000ની કમાણી કરી શકો છો, જેમાં 40% જેટલો ચોખ્ખો નફો મળી આવે છે.

બિઝનેસ શરૂ કરવા માટે ડોક્યુમેન્ટ તરીકે સ્થાનિક મ્યુનિસિપલથી સ્ટ્રીટ વેન્ડર લાઇસન્સ, FSSAI લાઇસન્સ, પાન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે.

માર્કેટિંગ માટે ફ્લેક્સ બેનર લગાડવું અને સોશિયલ મીડિયા પર વીડિયો મૂકો. આ સિવાય ચિલ્ડ્રન ઇવેન્ટ્સ, સ્કૂલ એક્ઝિબિશનમાં પણ તમે તમારો સ્ટોલ લગાવી શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
