Business Idea: ₹40,000ના રોકાણથી શરૂ કરો એવો ધંધો કે જે મહિને કમાઈ આપે ₹45,000
ગુજરાત હોય કે પછી બીજું કોઈ પણ રાજ્ય હોય કહેવાય છે કે, ખાણીપીણીના બિઝનેસમાં ક્યારેય મંદી નથી આવતી. એવામાં જો તમે ખાણીનો નહી પણ પીણીનો બિઝનેસ શરૂ કરશો તો પણ આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકો છો.

ઠંડા પીણાંની માંગ દિવસેને દિવસે વધી રહી છે. આવા સમયે જ્યુસ અને કોલ્ડ ડ્રિંક સ્ટોલ શરૂ કરવામાં આવે તો કોઈ જ નુકસાન નથી.

બજાર, સ્કૂલ-કોલેજ, ઓફિસ વિસ્તાર કે બસ ડેપો જેવી જગ્યાએ સ્ટોલ મૂકીને તાજા ફ્રૂટ જ્યુસ, લેમોન વોટર, આરમટેલ શરબત, કોલ્ડ ડ્રિંક (Coca-Cola, Pepsi, Sprite વગેરે), બોટલ વોટર અને નારિયેળ પાણી જેવા ઠંડા પીણાં વેચી શકાય છે.

સાવ ઓછા ખર્ચે શરૂ કરી શકાય તેવો આ બિઝનેસ લાંબા સમય સુધી સતત આવક આપી શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે અંદાજે ₹40,000 થી ₹70,000 સુધીનું મૂડીરોકાણ કરવાની જરૂર છે.

સરળ શબ્દોમાં કહીએ તો, ₹20,000 થી ₹30,000 સ્ટોલ અથવા ટ્રોલી તૈયાર કરાવવા માટે, ₹5,000 થી ₹10,000 સુધી જ્યુસર મશીન માટે, ₹10,000 ફ્રિજ અથવા આઇસ બોક્સ માટે અને ₹5,000 ફળફળાદી, વોટર બોટલ, ગ્લાસ, સ્ટ્રો, શરબત માટે ખર્ચ થાય છે.

દરેક કપ અથવા ગ્લાસ પર અંદાજે ₹10 થી ₹20 સુધીનો નફો રહી શકે છે. જો દરરોજ 100 કપ/ગ્લાસ વેચાય તો રોજનું વેચાણ ₹2,000 થી ₹3,000 થઈ શકે છે, જેમાંથી સરેરાશ 40% સુધી નફો મેળવી શકાય છે. તમે મહિને અંદાજિત ₹25,000 થી ₹45,000 સુધીની કમાણી કરી શકો છો.

આ વ્યવસાય માટે સ્થાનિક નગરપાલિકા/પંચાયતમાંથી સ્ટોલની મંજૂરી અથવા લાઈસન્સ લેવું જરૂરી છે. આ સાથે જ FSSAI ફૂડ લાઈસન્સની જરૂર પડે છે. જો તમે કેશલેસ પેમેન્ટ લેવાના હોવ તો તમારા સ્ટોલ પર QR કોડ પણ હોવો જોઈએ.

સ્ટોલને સ્વચ્છ અને હાઈજીનિક રાખવો જરૂરી છે. બિઝનેસ વધારવા માટે વોટ્સએપ સ્ટેટસ, લોકલ ફેસબુક ગ્રુપ અને ફ્લેક્સ-બોર્ડના માધ્યમથી તમે જાહેરાત પણ કરી શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
