04 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને રોકાયેલા નાણાં પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે અને કોને ધંધામાં મોટો ફાયદો થશે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકોને રોકાયેલા નાણાં પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે કેટલીક રાશિના જાતકોને ધંધામાં મોટો ફાયદો થશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?
મેષ રાશિ:-
પરિવાર સાથેના સંબંધોમાં મધુરતા રહેશે અને કોઈ જૂના મિત્ર સાથે અચાનક થયેલી મુલાકાત મનને પ્રસન્ન કરી દેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે પરંતુ કામની સાથે થોડો આરામ લેવો પણ જરૂરી છે.
વૃષભ રાશિ:-
આજે તમારો દિવસ મિશ્રિત પરિણામો આપનારો રહેશે. કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ વધી શકે છે પણ સાંજ સુધીમાં મહેનતનું ફળ ચોક્કસ મળશે.
મિથુન રાશિ:-
આજનો દિવસ તમને માનસિક શાંતિનો અનુભવ થશે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે યોગ્ય સમય છે.
કર્ક રાશિ:-
આજે તમારે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે, નહીંતર બિનજરૂરી વિવાદ ઊભો થઈ શકે છે. કામકાજના સ્થળે જવાબદારીઓનો બોજ વધી શકે છે.
સિંહ રાશિ:-
આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને ઊર્જાથી ભરેલો રહેશે. નોકરીમાં તમારી કાર્યશૈલીના વખાણ થશે અને ઉપરી અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે.
કન્યા રાશિ:-
આજે નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી, અનુભવી લોકોની સલાહ લઈને જ આગળ વધવું. નોકરીમાં થોડી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે પણ ધૈર્ય જાળવી રાખવું.
તુલા રાશિ:-
વ્યવસાયમાં રોકાયેલા નાણાં પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે. નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં તમારા કામમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ:-
આજે તમારા માટે સફળતાના નવા દ્વાર ખુલશે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ થશે અને ઉપરી અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ જશે.
ધન રાશિ:-
ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે તમારો ઝુકાવ વધશે. લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે.
મકર રાશિ:-
માનસિક ચિંતા કે તણાવ રહી શકે છે, તેથી મનને શાંત રાખવાનો પ્રયાસ કરો. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધુ રહેશે પરંતુ તમારી મહેનત વ્યર્થ નહીં જાય.
કુંભ રાશિ:-
ભાગીદારીના ધંધામાં મોટો ફાયદો થઈ શકે છે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે અને સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.
મીન રાશિ:-
નાણાકીય લાભના દ્રષ્ટિકોણથી દિવસ ઉત્તમ છે, બચતમાં વધારો થશે. પરિવારમાં નાના સભ્યો સાથે આનંદદાયક સમય વીતશે.
નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : જૂનાગઢમાં પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

