AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

04 ઓગસ્ટના મહત્વના સમાચાર : માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ખેડૂતોને કહ્યા અપશબ્દ, વિવાદ વકરતા કર્યો લૂલો બચાવ.. કહ્યું આ અમારા વિસ્તારમાં રૂટિન શબ્દ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2026 | 9:58 PM
Share

Gujarat Live Updates આજ 04 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

04 ઓગસ્ટના મહત્વના સમાચાર : માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ખેડૂતોને કહ્યા અપશબ્દ, વિવાદ વકરતા કર્યો લૂલો બચાવ.. કહ્યું આ અમારા વિસ્તારમાં રૂટિન શબ્દ

આજે 04 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Aug 2026 09:00 PM (IST)

    વિરમગામમાં 10 દિવસ બાદ પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોમાં આક્રોશ

    અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં ચાર-પાંચ દિવસથી વરસાદ નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારો હજુ પણ જળમગ્ન છે . અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વિરમગામમાં 10 દિવસ બાદ પણ વરસાદી પાણી ભરાયેલા છે. જેના કારણે રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉપરવાસમાંથી સતત પાણીનો પ્રવાહ આવવાના કારણે વિરમગામની કુંવરબા પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. બસ 12 દિવસથી જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી જ આટલુંને આટલું પાણી છે. ક્યાંય જવાનો નિકાલ જ નથી.

  • 04 Aug 2026 08:45 PM (IST)

    બોટાદમાં વરસાદ બાદ ઠેકઠેકાણે રસ્તાનું ધોવાણ, સ્થાનિકોમાં આક્રોષ

    બોટાદ શહેર અને જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો ચોમાસામાં ખાડાઓના કારણે બિસ્માર હાલતમાં છે. ભાવનગર રોડ પાડિયાદ રોડ ગઢડા રોડ અને સાથે સાળંગપુર રોડ સહિતના અનેક રસ્તાઓ પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદ બાદ રસ્તાઓની નબળી ગુણવત્તા સામે આવી ગઈ છે અને અનેક સ્થળોએ રોડનું ધોવાણ થઈ જતા માર્ગ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઉઠી ગયા છે. પ્રજાની લાગણી છે કે જે નેતાઓને ખોબલે ને ખોબલે મત આપ્યા છે તેઓ તેમને હવે દગો આપી રહ્યા છે.

    ઝડપથી આપણે ન કરી શકીએ. પણ જે ઘડીએ વરસાદનું આયોજન પૂર્ણ થઈ જશે અને વહેલી તકે જેટલું બને એટલું અમે અમારા કર્મચારી,  બોટાદના અનેક રસ્તાઓ જે છે તે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. બોટાદનો સાળંગપુર રોડ હોય કે પછી બોટાદના ભાવનગર રોડ હોય કે પછી ગઢડા રોડ હોય, આ તમામ રોડ ઉપર હાલ મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે લોકોની એવી માંગ ઉઠવા પામી છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરી અને ખાડાનું કામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. બ્રિજેશ સાંકળિયા, ટીવી નાઇન, બોટાદ.

  • 04 Aug 2026 08:30 PM (IST)

    ગાંધીનગર: રોડ ન બનતા માણસાના ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ

    ભાજપના ધારાસભ્ય સામે કાર્યકરોનો વિરોધ સામે આવ્યો છે. માણસાના ધારાસભ્ય જે એસ પટેલ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે અને કમલમ બહાર ઠાકોર સમાજે સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. ભાજપના ખેસ પહેરી સ્થાનિકોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. નાના બાળકો, મહિલાઓ અને યુવાનો વિરોધમાં જોડાઈ ગયા છે. વીડા ગામમાં રોડ ન બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્રણ વર્ષથી રજૂઆત છતાં પ્રશ્ન યથાવત હોવાનો આક્ષેપ લોકો ઉઠાવી રહ્યા છે. વિરોધ બાદ ભાજપ મહામંત્રીએ લોકો સાથે ચર્ચા પણ કરી અને યોગ્ય નિકાલ લાવવાની સ્થાનિકોને તેઓએ ખાતરી આપી છે.

  • 04 Aug 2026 08:15 PM (IST)

    સુરતમાં વરસાદ બાદ કમરતોડ ખાડાથી સ્થાનિકો પરેશાન

    સુરતમાં વરસાદ બાદ કમરતોડ રસ્તાઓથી હાલાકી વધી રહી છે. શહેરમાં ઠેર ઠેર કમરતોડ ખાડા જોવા મળી રહ્યા છે. રિંગ રોડ ગીચ વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકોને પરેશાની થઈ રહી છે. અને સાથે જ નવો જ બનેલો રસ્તો ફરીથી પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. એક તરફ મેટ્રોનું કામ, બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય. તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન ન અપાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રસ્તાના લીધે 10 લાખની ગાડી બરબાદ થઈ ગઈ છે. એક વાહન ચાલકે આ રીતનું નિવેદન પણ આપ્યું છે અને વાહન ચાલકોનો એ પણ આક્ષેપ છે કે ખાડાને લીધે તેમની મોંઘી ગાડીઓને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. હાલ રસ્તાની જે સ્થિતિ છે તેને લીધે માત્ર પાંચ મિનિટનો રસ્તો કાપવામાં પણ અડધો કલાકથી વધુનો સમય લાગી જાય છે. અને એમાં પણ સતત અકસ્માત સર્જાવાની ઘટનાઓ પણ વધી રહી છે અને લોકોને આ તમામ ઘટનાઓ ભારે ચિંતામાં મૂકી રહી છે.

  • 04 Aug 2026 08:00 PM (IST)

    9 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા કોંગ્રેસે CMને લખ્યો પત્ર

    રાજ્યના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત છે. ગયા શૈક્ષણિક સત્રની હજુ સુધી સ્કોલરશીપ નથી મળી. કોંગ્રેસે આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તાત્કાલિક આ ગ્રાન્ટની રકમ વિદ્યાર્થીઓને આપવાની માગ કરવામાં આવી છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ આ ગ્રાન્ટ આપે છે અને સાથે જ આપને જણાવી દઈએ કે જેની રકમ હજુ રાજ્ય સરકારને મળી નથી. જેના કારણે 4 લાખ 25 હજાર પ્રી મેટ્રિક અને 5 લાખ પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે.

    કોંગ્રેસે હવે આ મુદ્દે સરકારને પત્ર લખીને તાત્કાલિક પગલા ભરવાની માગ પણ કરી છે. સાથે કહેવું પડે કે ગુજરાતના 9 લાખ જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓને ખાસ કરીને બક્ષીપંચ, આર્થિક રીતે નબળા વર્ગના અને વિચરતી વિમુક્ત જાતિના બાળકો સ્કોલરશીપથી લાંબા સમયથી વંચિત હોવાના કારણે જે તે શાળા કોલેજમાં પૂછવા જાય તો તેમને ન્યાય નથી મળતો, જવાબ નથી મળતો યોગ્ય. અધિકારીઓને કચેરીમાં પૂછવા જાય તો તેઓ ટેકનિકલ બહાનું કાઢે છે અથવા તો ગ્રાન્ટના અભાવની વાત કરે છે.

    તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે પત્ર લખીને વિનંતી કરી છે કે કરોડો રૂપિયા જો ઉદ્યોગપતિઓને રાહત આપી શકાતી હોય તો ગુજરાતના બાળકોને ખાસ કરીને બક્ષીપંચના બાળકોને, આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને અને વિચરતી વિમુક્ત જાતિના બાળકોના હકના અધિકારની સ્કોલરશીપ માટે આપ તાત્કાલિક પણે નિર્ણય કરો.

  • 04 Aug 2026 07:45 PM (IST)

    પાટીદાર નેતા મનોજ પનારા સામે પરિણિતાને ભગાડી જવામાં મદદ કરવાના આક્ષેપ

    મોરબીની એક પરિણિતાને ભગાડી જવા મામલે મદદગારી કરવાના પાટીદાર નેતા મનોજ પનારા સામે આક્ષેપો ઉઠી રહ્યા છે. કોંગ્રેસ આગેવાન મિલન સોરીયાને પરિણીતાને ભગાડી જવામાં મદદ કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પરિણીતાના માતાએ પોલીસ મથકે અરજી કરી છે અને મિલન સોરિયા પરિણીતાને છૂટાછેડામાં મદદ કરવાના બહાને ભગાડી ગયાનો આક્ષેપ અહીં થયો છે. પરિણીતાના માતાએ મનોજ પનારા અને સાથે જ મિલન સોરિયા વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

  • 04 Aug 2026 07:30 PM (IST)

    સુરત: આસામમાં પૂરના કારણે 1000 કરોડના વેપાર પર પૂરનું સંકટ

    સુરતના ટેક્સટાઇલ માર્કેટને પૂરના એક નહી બે-બે ફટકા પડ્યા છે. સુરતના કાપડ ઉદ્યોગ પર કુદરતનો ડબલ માર પડ્યો છે. એક તરફ શહેરમાં ખાડીપૂરથી વેપાર ધીમો પડ્યો છે અને બીજી તરફ આસામમાં આવેલા વિનાશક પૂરે સુરતના કાપડ વેપારીઓની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. દુર્ગા પૂજાની સિઝનમાં આસામ સુરત માટે સૌથી મોટા બજારોમાંનું એક ગણાય છે. પરંતુ હાલની સ્થિતિને કારણે અંદાજે 1000 કરોડ રૂપિયાની સુરતના વેપાર પર અસર પડી છે. આસામમાં દુર્ગા પૂજાનો તહેવારને લઈને દર વર્ષે સુરતમાંથી મોટા પ્રમાણમાં કાપડની ખરીદી થાય છે. પરંતુ આસામના શિવ સાગર, જોરહાટ, નાજીરા, લખીમપુર અને ધોમાજી જેવા વિસ્તારોમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બનતા વેપાર પર તેની હવે સીધી અસર પડી છે.

  • 04 Aug 2026 06:57 PM (IST)

    નવસારીમાં 254 હેક્ટરમાં જમીનનું ધોવાણ થતા પાકને નુકસાન

    સરકારના આંકડા મુજબ નવસારી જિલ્લાના છ તાલુકામાં 2,55,000 હેક્ટરમાં ડાંગરનો પાક હોવાનું મનાય છે. વરસાદ અને પૂરના કારણે છ તાલુકાઓમાં 386 ગામો આવેલા છે જેમાંથી 320 ગામોમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અંદાજે 254 હેક્ટરમાં જમીનનું ધોવાણ થયું છે અને અંદાજે 515 ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે. ડાંગેરનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યું છે પરંતુ જ્યારે ડાંગરના પાકની વાત કરું તો શરૂઆતની અંદર ચોમાસું ખોરવાયું હતું અને ચોમાસું થોડું મોળું ગયું હતું. એને કારણે ડાંગરના વાવેતર માટે ખેડૂતો ખૂબ તકલીફમાં હતા. અને બીજી વસ્તુ કે જ્યારે ચોમાસું શરૂ થયું ત્યારે મુસળાધાર વરસાદ અચાનક ચાલુ થઈ ગયો. એને કારણે વાવેતર કરેલું ડાંગરને લગભગ લગભગ 50% જેવું નુકસાન થઈ ગયું છે.

  • 04 Aug 2026 06:55 PM (IST)

    ગાંધીનગર: ખાણીપીણીની લારીઓ પર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના દરોડા

    ગાંધીનગરમાં ખાણીપીણીની લારીઓ પર ફૂડ એન્ડ સેફ્ટી શાખાએ દરોડા પાડ્યા. ઘ-4 ગાર્ડન વિસ્તારની 20 પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ચોમાસાને લઈને ખાણીપીણીની લારીઓ તેમજ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી. અહીં ખાદ્ય ચીજોના કુલ 36 જેટલા નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કુલ 83 પેઢીઓની તપાસ કરવામાં આવતા લારીધારકોમાં ફફડાટ વ્યાપ્યો છે. અગ્નિ 80 જેટલા તેલ, મસાલા અને પાણી વગેરેના નમૂનાઓની તપાસ કરવામાં આવી. તો લારી સંચાલકો અને પેઢીધારકોને ખાદ્ય પદાર્થ અંગે સૂચના આપવામાં આવી છે.

  • 04 Aug 2026 06:54 PM (IST)

    જામનગર: ગંદકી ફેલાવતા કમર્શિયલ એકમો સામે કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી

    જામનગરમાં ગંદકી ફેલાવતા કમર્શિયલ એકમો સામે કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી. સ્વચ્છતા ન જાળવતા 2100થી વધુ દુકાનધારકો અને વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ડસ્ટબિન ન રાખવા અને જાહેરમાં કચરો ફેંકવા બદલ લાખોનો દંડ વસૂલાયો છે. 387 દુકાનધારક પાસેથી 2 લાખ 29 હજારનો દંડ વસૂલાયો છે. રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેરમાં કચરો ફેંકતા વેપારીઓના ફોટોગ્રાફ પાડીને કાર્યવાહી કરાઈ છે. વેપારીઓને કચરો માત્ર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ આપવાનો કોર્પોરેશનએ આદેશ કર્યો છે. સ્વચ્છતાના નિયમનું પાલન નહીં કરનારા સામે દંડાત્મક કાર્યવાહી યથાવત રહેશે.

  • 04 Aug 2026 05:29 PM (IST)

    જુનાગઢ માંગરોળના ધારાસભ્ય અપશબ્દો બોલવા બાબતે આવ્યા વિવાદમાં

    જુનાગઢમાં માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા આવ્યા છે વિવાદમાં. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ બતાવ્યો છે સત્તાનો રૂઆબ. સમસ્યાની રજૂઆત કરવા આવેલા ખેડૂતોને તેઓએ અપશબ્દો કહ્યા છે. માળીયા હાટીનાના જામવાડી ગામના પુલના નિરીક્ષણ માટે ધારાસભ્ય ગયા હતા. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ખેડૂતોને અપશબ્દો કહીને અપમાનિત કર્યા છે. તેઓએ કહ્યું છે કે હું ધારાસભ્ય છું મારી સામે નહીં બોલવાનું. ધારાસભ્યએ અપશબ્દો કહેતા ખેડૂતો અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

  • 04 Aug 2026 04:47 PM (IST)

    રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં શરૂ થશે સ્પાઈન સર્જરી

    સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં હવે સ્પાઈન સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રકારની સર્જરી માટે દર્દીઓને વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવુ પડતુ હતુ પરંતુ હવે રાજકોટ એઈમ્સમાં સ્પાઈન સર્જરીનો પ્રારંભ થતા સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રભરના દર્દીઓને બહુ દૂર નહીં જવુ પડે. ખાસ કરીને રાજકોટના દર્દીઓને ઘર આંગણે જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે.

  • 04 Aug 2026 03:45 PM (IST)

    અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં 437 શિક્ષકોની જગ્યા ખાલી

    અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. જ્ઞાન સહાયકની 955 પૈકી 437 જગ્યાઓ ખાલી છે. ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષકો નથી મળી રહ્યા. ઉમેદવારોએ કરાર આધારિત ભરતીમાં રસ ન દાખવ્યો. સૌથી વધુ અંગ્રેજીના 110 શિક્ષકોની જગ્યા ખાલી છે. અર્થશાસ્ત્રના 58, સામાજિક વિજ્ઞાનના 50 શિક્ષકોની જગ્યા ખાલી છે. કરાર આધારિત ભરતીમાં ઉમેદવારોને રસ ન હોવાથી જગ્યા ખાલી રહેતી હોવાનો ગ્રાન્ટેડ શાળા સંચાલક મહામંડળનો દાવો છે.

    આ તરફ સમગ્ર ગુજરાતમાં 60% જગ્યા ખાલી રહ્યાનું સંચાલક મહામંડળનો દાવો છે. અમદાવાદમાં અડધો અડધ જગ્યા ખાલી છે. એમ સમગ્ર ગુજરાતમાં લગભગ 60% જગ્યાઓ ખાલી છે. ન માત્ર  અમદાવાદ શહેર પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ દયનિય છે.  બે જગ્યા હોય તો બે એ બે ખાલી છે.

  • 04 Aug 2026 03:14 PM (IST)

    રાજકોટ: સફાઈ કામદારને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવા અંગે કૌભાંડનો આરોપ

    રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવા અંગે કૌભાંડ થયા હોવાનો આરોપ લાગ્યો છે. સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આક્ષેપ લગાવ્યા છે. એક મહિનામાં 127 જેટલા સફાઈ કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરી કરી દેવાયા. સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કર્યા બાદ જે વારસદાર હોય છે તેને નોકરીની તક મળે છે. સિવિલ હોસ્પિટલ 127 સફાઈ કર્મચારીઓ ફિટ હોવાનો દાવો કર્યો હતો. મનપા આરોગ્ય કેન્દ્રએ અનફિટના સર્ટિફિકેટ આપી દીધા. ભાજપના આગેવાનો દ્વારા ખોટા સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો આક્ષેપ થયો. વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાયાનો આરોપ લાગ્યો છે. જેના પર આક્ષેપ છે તે આગેવાનો રૂપિયા લઈને બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યાના આરોપ છે. પારસ બેડિયાએ ભાજપના આગેવાન મુકેશ પરમાર, દીપક વાઘેલા, શ્રવણ, ભગીરથ તેમજ લલિત નામના વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા. બીમાર લોકોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરાતા તેમના વારસદારને નોકરીની તક મળતી હોય છે. તેઓનો આરોપ છે કે જે ખરેખર બીમાર છે તેને બદલે જે ફિટ છે તેવા 127 લોકોને અનફિટના સર્ટિફિકેટ આપી દેવાયા. બોગસ સર્ટિફિકેટના આધારે સફાઈ કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિના આક્ષેપ અંગે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ કેમેરા સામે કંઈ પણ બોલવાનું ઇનકાર કર્યો. સમગ્ર મામલે નિયમ મુજબ કાર્યવાહી થઈ હોવાનો દાવો કર્યો. જનરલ બોર્ડના ઠરાવ મુજબ કાર્યવાહી થઈ હોવાનો દાવો કર્યો.

  • 04 Aug 2026 02:30 PM (IST)

    સોજીત્રા તાલુકાના કાસોર ગામે 6 ફુટ વરસાદી પાણીમાં 4 દિવસથી એક જ ઝાડ પર ફસાયેલા 25થી વધુ વાનરનું કરાયું રેસક્યુ

    સોજીત્રા તાલુકાના કાસોર ગામના સેવાલિયા વિસ્તારમાં ચાર દિવસથી વરસાદી પાણી વચ્ચે ઝાડ પર ફસાયેલા 25થી 30 વાનરોને આખરે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. વન વિભાગ અને દયા ફાઉન્ડેશન કરમસદની રેસ્ક્યુ ટીમે જીવના જોખમે કલાકોની મહેનત બાદ અનોખી રીતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. સોજીત્રા તાલુકાના કાસોર ગામના સેવાલિયા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લગભગ 25થી 30 વાનરોનું ટોળું ચાર દિવસથી એક ઝાડ પર ફસાઈ ગયું હતું.

  • 04 Aug 2026 02:22 PM (IST)

    AMC સુતળી બોલથી અમદાવાદમાં મચ્છરનો કરશે નાશ

    AMCની હેલ્થ વિભાગની ટીમ દ્વારા તૈયાર કરાયા સૂતળીના બોલ. અવાવરુ જગ્યા, જુની ઇમારતો, સરકારી અને AMCની ઇમારતો પર ફેંકવામાં આવ્યા બોલ. 500થી વધુ બોલ ફેંકવામાં આવતા અલગ અલગ બિલ્ડીંગ ખુલ્લા પ્લોટમાં નાખવામાં આવ્યા સુતળી બોલ. એએસમી આરોગ્ય વિભાગ હાથ ધરી કામગીરી. પાણી ભરાયેલ જગ્યા પર હાથ ધરાયું ચેકીંગ. એપાર્ટમેન્ટ અને સરકારી ઇમારતો અને ખુલ્લા પ્લોટના ટેરેસ પર ભરાયા હતા પાણી. પાણીમાં મચ્છરના પોરાના નાશ માટે કામગીરી. ઓઇલ (મોસ્કીટો લારવીસાઇડલ) ઉપયોગ કરી સુતળીના બોલ બનાવી ટેરેસ પર ફેકવાની કામગીરી કરાઇ. એએસમી દ્વારા 1 હજાર સુતળીના બોલ બનાવ્યા. છત પર પાણીનો નિકાલ ના થતાં કરાઈ કામગીરી. આ પ્રકારના સ્થળ પર મચ્છરનો થાય છે ઉપદ્રવ. ચોખા પાણીમાં મચ્છર થતા શહેરમાં રોગચાળો થયો હતો બેકાબુ.

  • 04 Aug 2026 02:19 PM (IST)

    થાઇલેન્ડથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટર્બુલન્સમાં અટવાઈ, કેટલાક મુસાફરોને ઈજા

    થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો, જેના કારણે વિમાનની ઊંચાઈમાં એકાએક ફેરફાર થયો. વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું, અને બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા. આ ઘટના મંગળવારે બની હતી. કેટલાક મુસાફરો અને ક્રૂને નાની ઇજાઓ થઈ હતી. સાવચેતીના પગલા તરીકે, તેમને તપાસ અને સારવાર માટે એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે.

  • 04 Aug 2026 01:27 PM (IST)

    રાજકોટની AIIMS હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીની શરૂઆત, આયુષ્માન કાર્ડ હોય તો નિઃશુલ્ક અને ના હોય તો ટોકન દરે સર્જરી થશે

    રાજકોટ અને સૌરાષ્ટ્ર વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. AIIMS હોસ્પિટલ રાજકોટ ખાતે સ્પાઈન સર્જરીની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ સ્પાઈન સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી છે. ગરીબ દર્દીઓને મળશે મોટી રાહત. ખાનગી હોસ્પિટલમાં સ્પાઈન સર્જરી નો ખર્ચ 1.5 થી 3 લાખ સુધીનો થતો હોય છે. જ્યારે AIIMS હોસ્પિટલ ખાતે જો આયુષ્માન કાર્ડ હોય તો નિઃશુલ્ક અને ના હોય તો ટોકન દરે સર્જરી થશે. ઓર્થોપેડીક વિભાગમાં અત્યાર સુધી સર્જરી કરવામાં આવતી હતી. જોકે હવે સ્પાઈન સર્જરી પણ થઇ શકશે.

  • 04 Aug 2026 01:25 PM (IST)

    રાજકોટના લોથડા ગામ વરસાદી પાણીનાં ખાડામાં છબછબીયા કરવા ગયેલા બે ભૂલકાના ડૂબી જતાં મોત

    રાજકોટના લોથડા ગામનો ગમખ્વાર બનાવ. વરસાદી પાણીનાં ખાડામાં છબછબીયા કરવા ગયેલા બે ભૂલકાના ડૂબી જતાં મોત થયા છે. હિતેશ અને મનિષા નામનાં બાળકોનાં નીપજ્યા મોત. બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયા. બંને બાળકો મૂળ મધ્યપ્રદેશના વતની છે. બંને બાળકોનો પરિવાર મજૂરી અર્થે રાજકોટ આવ્યો હતો. રાજકોટ નજીકનો લોથડા ગામનો બનાવ

  • 04 Aug 2026 12:35 PM (IST)

    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 3 અધિકારીને ડિસમીસ નહીં સસ્પેન્ડ ગણીને અડધો પગાર આપવા હાઈકોર્ટનો આદેશ

    TRP ગેમઝોન અગ્નિકાંડમાં ડિસમીસ કરાયેલા અધિકારીને લઇને હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મનપા દ્રારા ગત 8 જુલાઇએ, 6 અધિકારીઓને ડિસમીસ કરવાનો કર્યો હતો ઓર્ડર. જેની સામે હાઈકોર્ટે 6 પૈકી 3 અધિકારીઓને રાહત આપી છે. બે એટીપી અને ચીફ ફાયર ઓફિસરને રાહત મળી છે. ડિસમીસ નહિ સસ્પેન્ડ ગણીને અડધો પગાર ચૂકવવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. એટીપી મુકેશ મકવાણા, રાજેશ મકવાણા તેમજ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને પણ મળી રાહત.

  • 04 Aug 2026 12:30 PM (IST)

    બરોડા ડેરીના ચેરમેન – વાઈસ ચેરમેનને રિપીટ કરાયા

    બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપીન ગોતા બરોડા ડેરી પહોંચ્યા હતા. તેમની હાજરીમાં  વાઈસ ચેરમેન પદે, જી.બી.સોલંકીને અને ચેરમેન પદે દિનુ મામાને  રિપીટ કરાયા હતા.

  • 04 Aug 2026 11:20 AM (IST)

    તમિલનાડુના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનની ધરપકડ, અભિનેત્રી ત્રિશા વિશે કરી હતી દ્વિઅર્થી ટિપ્પણી

    તમિલનાડુના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી ત્રિશા વિશે દ્વિઅર્થી ટિપ્પણી કરવાનો ઉધયનિધિ સ્ટાલિન ઉપર છે આક્ષેપ.

  • 04 Aug 2026 10:49 AM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.10 મીટરે પહોંચી

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, નર્મદા ડેમમાં જળ સંગ્રહ કરવા માટેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 132.10 મીટરે પહોચી છે.  છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 43 સે.મી.નો વધારો થયો છે.

  • 04 Aug 2026 10:39 AM (IST)

    જૂનાગઢમાં પી.એમ કેન્દ્રીય વિધાલયમાં એલ.સી સાથે છેડછાડ કરાઈ હોવાના મુદ્દે વાલી-વિદ્યાર્થીની સામે નોંધાયો કેસ

    જૂનાગઢમાં પી.એમ કેન્દ્રીય વિધાલયમાં એલ.સી સાથે છેડછાડ કરાઈ હોવાના મુદ્દે વાલી-વિદ્યાર્થીની સામે નોંધાયો કેસ. શાળામાંથી ગુમ થયેલ એલસી વિધાર્થીનીના પિતાએ રજૂ કર્યું હતું. પોતાની દીકરીને આગળ અભ્યાસ કરવા માટે એલ.સી શાળામાં કર્યું રજૂ. આ એલ.સી.  એક વર્ષ પહેલા શાળામાંથી થયું હતું ગુમ. ગુમ થયેલ એલ.સી વિધાર્થીનીના પિતા પાસે ક્યાંથી આવ્યું, એલ.સીમાં બનાવટી સહી થતા કેન્દ્રીય વિધાલયના સિક્કાનો ઉપયોગ કરાયો. શાળાના આચાર્ય દ્વારા સી.ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ કરી દાખલ. વિધાર્થીની પિતા મનીષ મોરવાડિયા તેમજ તેની દીકરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. શિક્ષણ જગતમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે.

  • 04 Aug 2026 10:02 AM (IST)

    PM ની ઉપસ્થિતિમાં NDA સંસદીય પક્ષની યોજાઈ ‘મંગલ મિલન’ બેઠક

    NDA સંસદીય પક્ષની ‘મંગલ મિલન’ બેઠક સંસદ ભવનના સંકુલમાં શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. મનસુખ માંડવિયા દ્વારા બે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. જેમા પહેલું પ્રેઝન્ટેશન કોમનવેલ્થ ગેમ્સ (CWG) અને યુવા બાબતો પર ધ્યાન કેન્દ્રિત હશે. જ્યારે બીજું પ્રેઝન્ટેશન રોજગાર સર્જન માટેની તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

  • 04 Aug 2026 09:55 AM (IST)

    સુરતના લિંબાયતમાં થયેલ આસિફખાન પઠાણની હત્યા કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો ખુલાસો થયો

    સુરતના લિંબાયતમાં થયેલ આસિફખાન પઠાણની હત્યા કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો ખુલાસો થયો છે. હત્યા કેસમાં સંડોવાયેલ બિલ્ડર મહોમદ હાસીમ કબુલ અહમદ સિદ્દીકીની લિંબાયત પોલીસે કરી અટકાયત. અગાઉ પકડાયેલા આરોપીઓ અને મુખ્ય આરોપીનો FSL સુરત ખાતે S.D.S ટેસ્ટ કરાવાયો હતો. FSL સુરત અધિકારીઓની ભલામણથી કોર્ટની મંજૂરી મેળવી આરોપી હાસીમ સિદ્દીકીનો Polygraph Test કરવામાં આવ્યો. પોલીગ્રાફ ટેસ્ટ અને ટેકનિકલ-સાંયોગિક પુરાવાઓના આધારે આરોપીની સંડોવણી સ્પષ્ટ થતાં તેની ધરપકડ કરાઈ. લીંબાયત મારુતિનગર સર્કલ પાસે આસિફખાન પઠાણ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી. કલીમુદ્દીન, મહોમદ દિલસાદ, મહોમદ શહજાદ અને માહિતી આપનાર સોયબ ઉર્ફે સલમાન મચ્છીની પોલીસે અગાઉ જ અટકાયત કરી હતી.

  • 04 Aug 2026 09:27 AM (IST)

    વડોદરા ડેરીની ચૂંટણીના 24 કલાક પહેલાં જ 5 ડિરેક્ટરની મંડળીને નોટિસ મળતા ખળભળાટ મચ્યો

    વડોદરા ડેરીની ચૂંટણીના 24 કલાક પહેલાં જ 5 ડિરેક્ટરની મંડળીને મળી નોટિસ. જી.બી. સોલંકી સહિત પાંચ ડિરેક્ટરની મંડળીને નોટિસ મળી છે. દિનુ મામા સહિત 5 ડિરેક્ટરોની મંડળીને અગાઉ નોટિસ અપાઈ હતી. ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-‌1965ની કલમ 81 હેઠળ નોટિસ ફટકારાઈ છે. શાસન સામે વિરોધ નોંધાવી ચૂકેલા જિલ્લાના ધારાસભ્યના ઈશારે જ આ નોટિસો અપાતી હોવાની ચર્ચા થઈ રહી છે. 13 ડિરેક્ટરો દ્વારા નિયામક મંડળની ચૂંટણી યોજાશે. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરાશે.

  • 04 Aug 2026 09:08 AM (IST)

    રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત રાયની ટીમે, જસદણ તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા થતી ખનિજ ચોરી પકડી પાડી

    રાજકોટના રેન્જ આઇજી નિલિપ્ત રાયની ટીમે જસદણ નજીક દરોડા પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. નિલિપ્ત રાયની ટીમે જસદણ તાલુકાના દેવપરા ગામમાં ખનીજ ચોરી ઝડપી પાડી છે. જસદણ તાલુકા ભાજપના પ્રમુખ ચંકિત રામાણી દ્રારા ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું. પોલીસે ટ્રેકટર, ચકરડી સહિત કુલ 27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી.

  • 04 Aug 2026 08:25 AM (IST)

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા 109 તાલુકામાં નોંધાયો વરસાદ,સૌથી વઘુ કપરાડામાં અઢી ઈંચ

    ગુજરાતમાં સોમવાર સવારના 6 વાગ્યાથી મંગળવાર સવારના 6 વાગ્યા સુઘીના વિતેલા 24 કલાકમાં, 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 64 મિ.મી. નોંધાયો છે. આ સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસાનો 69.74 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 96.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

  • 04 Aug 2026 07:27 AM (IST)

    તાત્કાલિક સરવે કરીને ખેડૂતોને સહાય કરો, ભાજપના સાંસદે કૃષિ પ્રધાનને લખ્યો પત્ર

    સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ ભારે વરસાદને લઈને કૃષિ મંત્રીને પત્ર લખી વિશેષ પેકેજ તેમજ તાત્કાલિક રાહત પહોંચાડવા કરી અપીલ. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અનેક ખેતરો જળબંબાકાર થયા છે, ત્યારે સાંસદે કૃષિ મંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ખેડૂતોને રાહત પહોંચાડવા અને તાત્કાલિક સર્વે કરીએ ને સહાય આપવા કરી માંગણી. તેમજ હાલ ખેતરમાં પાણીઓ ભરાયેલા હોય જેથી તાત્કાલિક તંત્રને કામે લગાડી અને ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા કરી માંગ

  • 04 Aug 2026 07:21 AM (IST)

    મોરબીના ઘુંટુ રોડ પર ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડા, કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલ ઉમેદવાર ઝડપાયો

    મોરબીના ઘુંટુ રોડ પર રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં ચાલતા જુગારધામ પર બોર્ડર રેન્જ ક્રાઇમ ટીમે દરોડા પાડ્યા છે. જગદીશભાઈ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ શનારીયા, યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને કોંગ્રેસના આગેવાન અને ગત મનપા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી ચૂકેલા જયેશભાઈ શાંતીલાલ કાલરીયા ઝડપાયા છે. રૂ. 1.85 લાખની રોકડ અને ગાડી મોબાઈલ અને બાઇક સહિત કુલ રૂ. 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો.

Published On - Aug 04,2026 7:13 AM

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">