રાજકુમાર રાવ
રાજકુમાર રાવ બોલિવુડના જાણીતા એક્ટરમાંથી એક છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 1984ના રોજ હરિયાણાના ગુડગાંવમાં થયો હતો. તેઓ હિન્દી મુવીમાં કામ કરવા માટે જાણીતા છે. તેમણે વર્ષ 2010થી લઈને અત્યાર સુધીમાં 30થી વધારે મુવીમાં કામ કર્યું છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી લઈને ચાર ફિલ્મફેર પુરસ્કારો અને એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ સહિત અનેક પુરસ્કારો મળ્યા છે.
વર્ષ 2017માં રાજકુમાર રાવનો ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં સમાવેશ થયો હતો. તેમની પહેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા વર્ષ 2010 આવી હતી. રાજકુમારે ક્વીન, અલીગઢ, અને બરેલી કી બરફીમાં સહાયક ભૂમિકાઓ સાથે કરિયર આગળ વધ્યું છે. રાવને તેની સૌથી મોટી સફળતા હોરર કોમેડી મુવી સ્ત્રીથી (2018) મળી છે.
રાજકુમારે એકટ્રેસ પત્રલેખા પોલ સાથે લગ્ન કર્યા છે. રાજકુમાર રાવ 2010થી અભિનેત્રી પત્રલેખા પોલ સાથે રિલેશનશિપમાં હતા. તેણે તેની સાથે 15 નવેમ્બર 2021 ના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યા છે.