‘Bigg Boss OTT 3’નો આજે ગ્રાન્ડ ફિનાલે, આ કન્ટેસ્ટન્ટ જીતશે ટ્રોફી અને 25 લાખનું ઈનામ, જાણો ક્યાં જોઈ શકશો?
બિગ બોસ OTT 3 ગ્રાન્ડ ફિનાલેના દિવસે, 3 સ્પર્ધકોને એકસાથે શોમાંથી બહાર કાઢવામાં આવશે. હવે ફાઇનલમાં બે સ્પર્ધકો વચ્ચે મુકાબલો થશે. ફિનાલેમાં થયેલા ઇવિક્શન વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે. રણવીર શોરી પણ એ ત્રણમાં સામેલ છે.

આજે બિગ બોસ OTT-3નો ગ્રાન્ડ ફિનાલે છે. દરેક જણ એ જાણવા ઉત્સુક છે કે કોણ વિજેતા બનશે અને કોને કેટલા પૈસા મળશે? ચાલો અમે તમને જણાવીએ કે તમે બિગ બોસ OTT 3 ની ગ્રાન્ડ ફિનાલે ક્યાં જોઈ શકો છો. ટ્રોફી કોણ જીતશે તે આજે રાત્રે નક્કી થઈ જશે.

‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝન પણ આજે એટલે કે ગ્રાન્ડ ફિનાલે પછી સમાપ્ત થવા જઈ રહી છે. એવા પણ અહેવાલો હતા કે પ્રથમ ફિનાલે 4 ઓગસ્ટ (રવિવાર)ના રોજ યોજાવાની હતી. બાદમાં અનિલ કપૂરે પોતે 'વીકેન્ડ કા વાર'માં ખુલાસો કર્યો હતો કે ગ્રાન્ડ ફિનાલે 4 ઓગસ્ટે નહીં પરંતુ 2જી ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ યોજાવા જઈ રહી છે.

સના મકબૂલ, નેજી, રણવીર શૌરી, સાઈ કેતન રાવ અને કૃતિકા મલિક આ ટોપ 5 માંથી 'બિગ બોસ ઓટીટી-3'ના વિજેતાની ટ્રોફી કોણ લેશે તે જાણવા માટે 'બિગ બોસ'ના ચાહકો પણ ખૂબ જ ઉત્સુક છે.

બિગ બોસ OTT 3નો ગ્રાન્ડ ફિનાલે આ પહેલીવાર છે જ્યારે તે સપ્તાહના અંતે નહીં પરંતુ અઠવાડિયાના દિવસોમાં જોઈ શકીશું. આ ગ્રાન્ડ ફિનાલે તમે જીયો સિનેમા પર જ જોઈ શકશો. 'બિગ બોસ OTT'ના વિજેતાને 25 લાખ રૂપિયાની રકમ મળશે. જોકે આ વખતે વિજેતા રકમ વધે છે કે કેમ તે આજે શો દરમિયાન જ જોઈ શકાશે.

કોણ જીતશે શો? : બિગ બોસના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફેન પેજ પણ છે, જ્યાં સ્પર્ધકો વિશે માહિતી ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પેજ ‘ધ ખબરી’ માને છે કે સના મકબૂલ આ વખતે ‘બિગ બોસ ઓટીટી-3’ની વિજેતા બનશે. આટલું જ નહીં નેજી બીજા અને રણવીર ત્રીજા ક્રમે આવી શકે છે.

બિગ બોસની લોકપ્રિયતા અને દર્શકોની રુચિ તેના ફેન પેજ પર પણ જોઈ શકાય છે. કેટલાક લોકો નેજીને 'બિગ બોસ' વિનર માની રહ્યા છે. ક્રૃતિકા અને સાઈ પહેલા બાહર નીકળી જશે. ત્યારે જો ખરેખર આ ખબર સાચી છે તો સના મકબુલ આ શોની વિનર બનશે.

































































