AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આંખ બંધ કરીને આ 5 Gold ETF માં ભરોસો કરી શકાય, સોનાના બજારમાં આવેલો આ ઉછાળો કંઈક અલગ જ છે

રોકાણની દુનિયામાં જ્યારે પણ અનિશ્ચિતતાનો માહોલ સર્જાય છે, ત્યારે સોનું હંમેશા એક સુરક્ષિત અને ભરોસાપાત્ર સાથી સાબિત થાય છે. એવામાં નાણાકીય વર્ષ 2026 (FY26) Gold ETF માં રોકાણ કરનારાઓ માટે આશીર્વાદ સમાન રહ્યું છે.

| Updated on: Mar 31, 2026 | 7:42 PM
Share
આ વર્ષે સોનાએ રોકાણકારોને જબરદસ્ત ફાયદો કરાવ્યો છે. FY26 માં Gold ETF એ 65% સુધીનું વળતર આપ્યું છે, જે કોઈપણ સામાન્ય રોકાણ કરતા ઘણું વધારે છે. દેશ અને દુનિયા બંને જગ્યાએ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે, જેનો સીધો લાભ Gold ETF માં રોકાણ કરનારા લોકોને મળ્યો છે.

1 / 7
FY26 ની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આશરે 3,125 ડોલર પ્રતિ ઔંસ હતું. જાન્યુઆરી 2026 માં તે ઉછળીને 5,600 ડોલર સુધી પહોંચી ગયું હતું. માર્ચના અંત સુધીમાં કિંમતોમાં થોડો ઘટાડો થયો અને તે 4,560 ડોલર પર આવી ગઈ હતી.

2 / 7
ભારતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. MCX પર સોનાના ભાવ 90,000-92,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી શરૂ થયા હતા. જાન્યુઆરીમાં તે 1,93,096 રૂપિયાની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે માર્ચના અંતમાં કિંમતો 1,45,000 રૂપિયાની આસપાસ રહી હતી. સોનાના ભાવમાં થયેલા આ વધારા પાછળ મુખ્યત્વે વૈશ્વિક તણાવ જવાબદાર છે, ખાસ કરીને પશ્ચિમ એશિયા અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતી અસ્થિરતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે.

3 / 7
આ સાથે ચીન, રશિયા અને ભારત જેવી કેન્દ્રીય બેંકોએ ડોલરને બદલે સોનામાં રોકાણ વધાર્યું છે તથા નબળા ડોલર તેમજ વ્યાજ દરો ઘટવાની આશાએ સોનાની ચમક વધુ તેજ બનાવી છે. આ ઉપરાંત, મોટા રોકાણકારો દ્વારા ગોલ્ડ ETFમાં કરવામાં આવેલા જંગી રોકાણને કારણે પણ સોનાની કિંમતો સતત ઉપર ગઈ છે. મોટા રોકાણકારો દ્વારા ગોલ્ડ ETFમાં કરાયેલા ભારે રોકાણને કારણે કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે, જેમાં FY26ના ટોપ 5 ગોલ્ડ ETFના પ્રદર્શન પર નજર કરીએ તો, Quantum Gold ETF એ 65.19% વાર્ષિક રિટર્ન આપ્યું છે.

4 / 7
જો કે, છેલ્લા એક મહિનામાં તેમાં 7.07%નો ઘટાડો થયો છે, જ્યારે ICICI Prudential Gold ETF એ 64.57% રિટર્ન સાથે એક મહિનામાં 7.57%નો ઘટાડો નોંધાવ્યો છે. આવી જ રીતે Kotak Gold ETF એ 64.53% વાર્ષિક રિટર્ન અને એક મહિનામાં 8.03%નો ઘટાડો, UTI Gold ETF એ 64.50% વાર્ષિક રિટર્ન અને એક મહિનામાં 8.07%નો ઘટાડો તેમજ SBI Gold ETF એ 64.42% જેટલું વાર્ષિક રિટર્ન આપ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ ETFમાં 8.41%નો ઘટાડો જોવા મળ્યો છે.

5 / 7
સૌથી વધુ ટ્રેડિંગ વોલ્યુમ ધરાવતા ગોલ્ડ ETFમાં Tata Gold ETF 12,20,95,519 ના વોલ્યુમ સાથે મોખરે છે, જ્યારે Nippon Gold ETF 7,25,14,040 અને SBI Gold ETF 2,46,63,289 ના ટ્રેડિંગ વોલ્યુમ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત Zerodha Gold ETF માં 1,90,57,051 અને ICICI Pru Gold ETF માં 1,45,55,004 જેટલું વોલ્યુમ જોવા મળ્યું છે. આ તમામ ETF નું રિટર્ન 64-65% ની વચ્ચે રહ્યું છે. એવામાં કહી શકાય કે, આ મોટો તફાવત સોનાની વધતી કિંમતોને કારણે આવ્યો છે.

6 / 7
વોલ્યુમની દ્રષ્ટિએ Tata Gold ETF સૌથી આગળ રહ્યું હતું, ત્યારબાદ Nippon Gold ETF અને SBI Gold ETF નો નંબર આવ્યો હતો. FY26 એ સાબિત કરી દીધું છે કે, મુશ્કેલ સમયમાં સોનું સૌથી ભરોસાપાત્ર રોકાણ છે. જો તમે પણ Gold ETF માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો લાંબાગાળાના દ્રષ્ટિકોણથી જુઓ. નાના ઉતાર-ચઢાવથી ગભરાવાની જરૂર નથી.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, ગોલ્ડ-સિલ્વર ઈટીએફમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ભાવ ₹9 લાખને પાર કરશે ? ગભરાઈને સોનું વેચવાની ભૂલ ન કરતા… ભારે ઘટાડા વચ્ચે એક્સપર્ટ્સે આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ

Follow Us
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર

શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો

ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video

સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ

આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું

1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video

પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક

છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા

એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે

g clip-path="url(#clip0_868_265)">