June Travel Destinations : જૂન મહિનામાં આ સ્થળો પર ફરવા જવાનો બનાવો પ્લાન, જલસા પડી જશે
જૂન મહિનો આવી ગયો. આ મહિનામાં ભારતના મોટાભાગના રાજ્યો અને શહેરોમાં તાપમાન વધે છે. ગરમીનો આકરો અનુભવ થવા લાગે છે. લોકો ઉનાળાની રજાઓમાં પરિવાર સાથે ફરવા જઈ શકે છે.

ભારતના હિલ સ્ટેશનોથી અલગ ક્યાંય ફરવા જવા માંગો છો તો રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ જઈ શકો છો, માઉટ આબુ ગ્રેનાઈટથી બનેલું છે. જેની ચારેબાજુ વાઈલ્ડ લાઈફ સેન્ચુરીનો નજારો જોવા મળે છે. (Photo credit www.thestatesman.com)

જુન જુલાઈ મહિનામાં દાર્જિલિંગ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છે. અહિ અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. જેમકે ટાઈગર હિલ્સ, પીસ પેગોડા, બોદ્ધ તીર્થ સ્થળ, યુદ્ધ સ્મારક વગેરે સામેલ છે. દાર્જલિંગમાં તમે ટૉય ટ્રેનની મજા પણ માણી શકો છે. ઓછા પૈસામાં તમે દાર્જલિંગ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. (Photo credit: www.tusktravel.com)

જૂન મહિનામાં હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન પર રજાઓનો આનંદ માણવા જઈ શકો છો. પ્રાકૃતિક સુંદરતા વચ્ચે રોમાંચક સફળ ઠંડી હવાઓનો આનંદ માણી શકો છો. કસોલ, મનાલી અને ધર્મશાલા સહિત અનેક હિલ સ્ટેશન છે. જ્યાં ફરવા માટે ઓછા પૈસા અને એન્ડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકો છો.(Photo credit: www.holidify.com)

અંદામાન અને નિકોબાર ટાપુ દરેક પ્રવાસીની યાદીમાં સામેલ છે. આ સ્થળ તેના સુંદર બીચ માટે પ્રખ્યાત છે, જ્યાં પ્રવાસીઓ વેકેશન માટે દૂરના દેશોમાંથી આવે છે. અહીં સ્કુબા ડાઇવિંગ જેવી અનેક વોટર એક્ટિવિટીઓનો આનંદ લઈ શકો છે, જે તમારી આંદામાનની સફરને મનોરંજક અને યાદગાર બનાવી શકે છે. (Photo credit: www.cotravelin.com)

જૂનના ગરમ મહિનામાં, જો તમારે ઓછા બજેટમાં ઠંડીની મજા લેવી હોય તો તમારે લદ્દાખ જવું જોઈએ. આ એક એવું પ્રવાસ સ્થળ છે જેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. તે એક જ સમયે સુંદર અને આનંદદાયક દૃશ્યો દર્શાવે છે. આ એક જ સ્થળ વિશ્વભરના બાઇકર્સ દર વર્ષે આવે છે. અહીં પ્રવાસીઓ પર્વતારોહણની સાથે જીપ સફારીનો પણ આનંદ માણી શકાય છે.