રોકસ્ટાર રામ રહિમ, કસ્ટમ મેડ કાર અને બાઇક સાથે જીવતો હતો ભવ્ય લાઇફ સ્ટાઇલ, જુઓ તસવીરો
હરિયાણા સરકારે સોમવારે તેમના ત્રણ અઠવાડિયાના ફર્લોને મંજૂરી આપી હતી, રામ રહીમે 90ના દાયકામાં સિરસાના ડેરા સચ્ચા સૌદાની કમાન સંભાળી હતી.

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ, જે બે મહિલા શિષ્યો પર બળાત્કાર અને હત્યાના કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે

Why was Ram Rahim jailed

રામ રહીમનું પહેલું મ્યુઝિક આલ્બમ 'હાઈવે લવ ચાર્જર' 2014માં આવ્યું હતું,બાદમાં રામ રહીમની પ્રથમ ફિલ્મ MSG: ધ મેસેન્જર ઓફ ગોડ એક વર્ષથી ઓછા સમયમાં રિલીઝ થઈ, બાદમાં તેને રોક સ્ટાર બાબા તરીકે પ્રસિદ્ધી મળી

ગુરમીત રામ રહીમે એક જ ફિલ્મ 'હિંદ કા નાપાક કો જવાબ'માં 43 પાત્રો ભજવ્યા હતા. તેથી તેનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. રામ રહીમે 'MSG'ની ત્રણ સિરીઝ બનાવી. વર્ષ 2017માં તેની એક ફિલ્મ 'જટ્ટુ એન્જિનિયર' પણ બની હતી.

રામ રહીમ વૈભવી જીવન જીવતો હતો. તેની પાસે કસ્ટમ મેડ કાર અને જેટ પ્લેન છે. રામ રહીમનો દાવો છે કે તેણે જાતે જ તેનું નિર્માણ કર્યું છે. રામ રહીમનો ડેરા આશ્રમ 100 એકરમાં ફેલાયેલો છે.

જ્યારે રામ રહીમ વાહનોને કાળા, લીલા અને પીળા રંગમાં રંગવામાં આવતા હતા. બાબા પાસે Honda Accord V6 લક્ઝરી સડાન, Hero Honda Karizma છે, જેને કારમાં મોડિફાઇ કરવામાં આવી છે. આ સિવાય હ્યુન્ડાઈ સેન્ટ્રો અને મારુતિ સુઝુકી જીપ્સી જેવી ડઝનબંધ જીપ્સ છે, જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.