ધરતી પર આવતાની સાથે બતાવ્યુ હતુ રોદ્ધ રુપ, એ જ બેબી આજે થઈ ગઈ છે આટલી મોટી
સોશિયલ મીડિયા રોજ નવુ કન્ટેન્ટ વાયરલ થતુ રહે છે. પણ કેટલાક કન્ટેન્ટ સોશિયલ મીડિયા યુઝર્સને વર્ષો સુધી યાદ રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ગુસ્સાવાળી બેબીના લેટેસ્ટ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

બાળકોમાં કોઈ વાત પર ગુસ્સો આવવો સામાન્ય વાત છે, પરંતુ જરા વિચારો કે બાળક જન્મતાની સાથે જ ગુસ્સે થઈ જાય તો? થોડા વર્ષો પહેલા આવી જ એક છોકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને હવે પણ લોકો આ તસવીરનો ઉપયોગ મીમ્સ તરીકે કરે છે.

તે છોકરીને 'ગ્રમ્પી બેબી' તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તે છોકરીનું સાચું નામ શું છે, જે તેના જન્મની થોડી જ સેકન્ડોમાં વાયરલ થઈ હતી?

તસ્વીરમાં તમે જોઈ શકો છો કે ડોકટરે છોકરીને તેના હાથથી પકડી રાખ્યા છે અને તેના ચહેરા પર ગુસ્સો છે. અહેવાલ મુજબ, નાનકડી ઇસાબેલા રોચાનો જન્મ 13 ફેબ્રુઆરી, 2020 ના રોજ બ્રાઝિલમાં થયો હતો, પરંતુ જ્યારે તેણીનો જન્મ થયો, ત્યારે તે માત્ર રડતી જ નહીં પરંતુ ડોકટરને જોઈને ગુસ્સે પણ થઈ ગઈ, જે પછી તે વાયરલ મીમ બની ગઈ. જોકે, નાળ કપાયા બાદ તે રડવા લાગી હતી.

હવે આ છોકરી ત્રણ વર્ષની છે. બાળકીની માતાનું કહેવું છે કે તેની પુત્રી હવે 'સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ' છે. માતા ડિયાન બાર્બોસાએ ઈસાબેલાની તસવીરો શેર કરી છે અને જણાવ્યું છે કે તે હવે ત્રણ વર્ષની થઈ ગઈ છે. ઇસાબેલની માતાએ સ્વીકાર્યું કે પરિવારે ક્યારેય કલ્પના કરી ન હતી કે ઓપરેટિંગ રૂમના ફોટા તેમની નાની છોકરીને વૈશ્વિક ખ્યાતિ લાવશે.

રિપોર્ટ્સ અનુસાર, ઈસાબેલાનું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જેના પર તેની માતા ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે છોકરી હવે કેટલી બદલાઈ ગઈ છે. તેને જોઈને તમને વિશ્વાસ નહિ થાય કે આ એ જ છોકરી છે જે ડોક્ટરોને જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. ઇસાબેલાની માતા કહે છે કે 'આ દુનિયામાં બાળકને ઉછેરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે મોટી થઈને એક મહાન મહિલા બને'.