Anant-Radhika Love Story : જામનગરે આગળ વધારી રાધિકા અને અનંત અંબાણીની લવસ્ટોરી, બાળપણમાં હતા મિત્ર
આજે એટલે કે, 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે, તો સૌ કોઈ જાણવા માંગે છે કે, બંન્નેના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ તો આજે તમને જણાવીશું કે, અનંત અને રાધિકાની લવ સ્ટોરી ક્યાંથી શરુ થઈ હતી.

અનંત અને રાધિકાની રિલેશનશીપ કોઈ સપનાથી ઓછી નથી. ચાલો જાણીએ કે કેવી રીતે આ કપલની બાળપણની મિત્રતા જીવનભરના બંધનમાં પરિવર્તિત થઈ છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ કપલના બે પ્રિ-વેડિંગ થઈ ચૂક્યા છે જે ખુબ ચર્ચામાં રહ્યા હતા. ત્યારબાદ લગ્નના ફંક્શન મહેંદી, પીઠી તેમજ સંગીત નાઈટ પણ ચર્ચામાં રહ્યા છે.

અંબાણી પરિવારના આ લગ્નમાં મોટા સ્ટાર પણ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ અનંત અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દિકરો છે. તો રાધિકા મર્ચન્ટ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દિકરી છે. તો ચાલો આજે આપણે અનંત અને રાધિકાની લવ સ્ટોરી વિશે વાત કરીએ,

ખુબ ઓછા લોકો જાણે છે કે, અનંત અને રાધિકા બંન્ને બાળપણથી એકબીજાને ઓળખે છે. પહેલા બંન્ને મિત્ર હતા.2018માં બંન્નેનો એક રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.ત્યારે સૌને જાણ થઈ કે,બંન્ને એકબીજાને પસંદ કરે છે.

અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે ગ્રેજ્યુએશન યુએસમાં બ્રાઉન યૂનિવર્સિટીમાંથી કર્યું છે. ત્યારબાદ અનંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રી માટે કામ કરી રહ્યો છે.

તો રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે. અભ્યાસ ઉપરાંત તે ભારતીય ક્લાસિકલ નૃત્યાંગના પણ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ આ વર્ષે જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન કર્યું હતું. જેમાં એક સ્પીચમાં રાધિકાએ જણાવ્યું હતું કે જામનગર બંને માટે ખૂબ જ ખાસ છે કારણ કે, કોરોના દરમિયાન જામનગરમાં ફસાઈ ગયા હતા. પોતાના સંબંધોના આ રહસ્યને બધા સાથે શેર કરતી વખતે રાધિકાએ કહ્યું હતું કે, 'માર્ચ 2020 માં, અનંત અને હું જામનગરમાં હતા અને અમે મહિનાઓ સુધી અમારા પરિવારોને મળી શક્યા ન હતા. અમે જીવનની નાની નાની ખુશીઓ માણતા શીખ્યા.
